પાટણના પારેવા સર્કલ પાસે દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જતાં સેવાભાવી લોકો દ્વારા રોડ પર દર્દીને સારવાર અપાઇ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-25 16:56:19
  • Views : 386
  • Modified Date : 2021-04-25 16:56:19

    પાટણ જિલ્લામાં કોરોનાની બીજી લહેરે હાલત બગાડી છે. સ્થિતિ દિવસે દિવસે ગંભીર બનતી જાય છે એક બાજુ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં વેઇટિંગ ચાલી રહ્યું છે તો બીજી બાજુ જિલ્લામાંથી સંક્રમિત થતા દર્દીઓનો આંક ઉંચો આવી રહ્યો છે. ત્યારે સાંતલપુર તાલુકાના હરિપુર ગામના 27 વર્ષીય યુવાન અરજણભાઈ ચૌધરી ગંભીર હાલતમાં પારેવા સર્કલ પાસે આવતા જીવન મરણવચ્ચે ઝોલા ખાતા હતા ત્યારે સેવાભાવી લોકોને જાણ થતાં વહિવટી અધિકારી સાથે મળી આ વિસ્તારના કોર્પોરેટર અને પેરામેડિકલની મદદથી તાત્કાલિક સારવાર મળી હતી.

    પારેવા સર્કલ નજીક રોડ પર ઝાડના છાંયડા નીચે એક યુવકનું ઓક્સિજન લેવલ ઘટી ગયું હતું. તેમજ ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા થઇ ન હતી, જેથી પાંચ કલાકથી લાચાર અવસ્થામાં હતા. ત્યારે સેવાભાવી લોકોને જાણ થતાં સેવાભાવી લોકોએ અધિકારીની મદદથી ઓક્સિજન બોટલ લાવી સપ્લાય સારૂ કર્યો હતો. જ્યારે કોવિડ ટેસ્ટીંગ સેન્ટરમાં કામ કરતાં તબીબે તાત્કાલિક સારવાર શરૂ કરી હતી અને પંદર મિનીટમાં દર્દીને સારવાર આપી યુવકને સિવિલ હોસ્પિટલમાં ખાતે ખસેડવામાં આવ્યો હતો.

     કોમ્યુનીટી હેલ્થ ઓફિસર મનિષાબેને જાણવ્યુ હતું કે, હું અને મારી ટીમ કોવિડના ટેસ્ટટીંગ માટે પારેવા સર્કલ પાસે સ્ટેન્ડ પર બેઠા હતા ત્યારે આ પેશન્ટ અહીંયા ઝાડ નીચે હતું. જેમનું ઓક્સિજન લેવલ ઘટેલું હતું ઓક્સિજન આવે ત્યાં સુધી તાત્કાલિક કપૂરની ગોટી સુધાડી ઓક્સિજન સિલિન્ડર આવતા સારવાર આપી હતી અને વધુ સારવાર માટે ખાનગી કાનજી ભઈ રબારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાંથી પાટણ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.


Download Our B K News Today App



Related News