ડીસા ખાતે કાર્યરત જય તુલસી શાળામાં રસીકરણ કેમ્પનું આયોજના કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-21 12:23:00
  • Views : 311
  • Modified Date : 2021-04-21 12:27:04

    દેશમાં તમામ લોકો સુધી કોરોના વેકશીન પહોંચે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીકા ઉત્સવનો પ્રારંભ કર્યો છે જે અંતર્ગત વિવિધ સંગઠનો દ્વારા “કોરોના રસીકરણ કેમ્પ “ નું આયોજન કરવામાં આવે છે..સમગ્ર ભારતભરમાં સતત લોકોના વધેલા સંક્રમણના કારણે હાલમાં દિવસેને દિવસે કોરોનાવાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. વધતા જતા કોરોનાવાયરસના કેસો ના કારણે સમગ્ર ભારતભરમાં હાહાકાર મચી ગયો છે જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર કોરોનાવાયરસના કેસો જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો છે ત્યારે આવા સમયે કોરોનાવાયરસની લડાઈમાં જીત થાય તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તમામ લોકોના વેકશીન લે તે માટે આહવાન કર્યું છે.


    ખાસ કરીને ભારત દેશમાં તમામ લોકો સુધી કોરોના વેકશીન પહોંચે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીકા ઉત્સવનો પ્રારંભ કર્યો છે જેના થકી આવનારા સમયમાં કોરોનાવાયરસની લડાઈમાં ચોક્કસથી દેશને સફળતા મળશે ત્યારે જીલ્લામાં વિવિધ જગ્યાએ રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવે છે..પ્રધાનમંત્રી મોદીના “ટીકા ઉત્સવ “ ના આહવાનને વધાવી દરેક જરૂરીયાતવાળા નાગરિક સુધી કોરોના વિરોધી રસીનો લાભ પહોંચે તે હેતુસર આજે ડીસા ખાતે કાર્યરત જય તુલસી શાળામાં રસીકરણ કેમ્પનું આયોજના કરવામાં આવ્યું હતું..જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યસભા ઉમેદવાર દિનેશભાઈ અનાવાડીયા હાજર રહ્યા હતા..જેમાં 182 લોકોએ આ રસીકરણ કેમ્પમાં રસીનો લાભ લીધો હતો.

Download Our B K News Today App



Related News