પાલનપુરમાં આરોગ્ય અને નગરપાલિકાની ટીમે 66 જગ્યાએ તપાસ હાથ ધરી હતી..જેમાં પાલનપુરમાં પોરા દેખાતાં 36 દુકાન માલિકો પાસેથી રૂ.27,700 નો દંડ લેવાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-30 13:06:48
  • Views : 276
  • Modified Date : 2021-06-30 13:06:48

     પાલનપુર હાઇવે વિસ્તારમાં સોમવારે પાલિકા તેમજ આરોગ્યની બે ટીમોએ અલગ-અલગ 66 જગ્યાએ તપાસ હાથ ધરી હતી. પાલનપુર નગરપાલિકાના 4 કર્મચારીઓ તેમજ આરોગ્યની ટીમના 10 કર્માચારીઓ દ્વારા સોમવારે પાલનપુર શહેરની અલગ-અલગ 66 જગ્યાએ તપાસ હાથ ધરાઇ હતી. જેમાં 37 હોટલો, 18 ટાયરની દુકાનો, 5 ભંગારની દુકાનો તેમજ અન્ય જગ્યા મળી કુલ 66 જગ્યાએ તપાસ કરવામાં આવી હતી. તપાસ કરતા 322 જગ્યાએ હોટલના પાત્રો, ભંગાર તેમજ ટાયરની દુકાનોમાં પાણી ભરેલ 17 જેટલી જગ્યાએ પાણીમાં પોરા જોવા મળ્યા હતા. જેથી પાલિકા અને આરોગ્યની ટીમે 56 માલિકોને નોટિસ આપવામાં આવી હતી. જ્યાં 36 માલિકોને દંડ કરી રૂ.27,700 નો દંડ વસુલાયો હતો.

Download Our B K News Today App



Related News