પાલનપુરમાં અંધશ્રદ્ધામાં કોરોના દર્દીનું મોત મામલો : ત્રણ લોકો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-22 11:29:40
  • Views : 401
  • Modified Date : 2021-05-22 11:29:40

     દેશ ભલે 21મી સદી ના ટેકનોલોજી અને સાયન્સના યુગ તરફ હરણફાળ ભરી રહ્યો હોય પરંતુ ગુજરાતના છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લામાં હજુપણ અંધશ્રદ્ધાની કેટલીય ઘટનાઓ આજે પણ બને છે. આજે પણ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં નાની મોટી બીમારીઓમાં ગ્રામીણ વિસ્તારના લોકો અંધશ્રદ્ધામાં સારવાર કરાવતા હોય છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં આજે પણ અંધશ્રદ્ધા માં મોટી માન્યતાઓ જોવા મળી રહી છે અનેકવાર બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે આમ તો બનાસકાંઠા જિલ્લો દિવસેને દિવસે પ્રગતિ ના પંથે જઈ રહ્યા છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લામાં અંધશ્રદ્ધાને એવી અનેક ઘટનાઓ સામે આવે છે કે જેના કારણે બનાસકાંઠા જિલ્લો શર્મસાર થઈ જાય છે ત્યારે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આવા અંધશ્રદ્ધા માં કામ કરતા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તો આવનારા સમયમાં વારંવાર બનતી અંધશ્રદ્ધાની આવી ઘટનાઓને અટકાવી શકાય તેમ છે.

      પાલનપુરમાં એક કોરોના ગ્રસ્ત દર્દી ને તેના ગુરુ એ મંત્ર તંત્ર જાપ અને વિધિ કરી કર્યા બાદ દર્દી નું મોત થયું હોવાનું વાયરલ થયેલા વિડિયો મામલે પાલનપુર પોલીસે ત્રણ લોકો સામે ફરિયાદ નોંધી છે,  આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે એક મહિના અગાઉ કચ્છ ના આડેસર ખાતે રહેતા ભવનભાઈ પ્રજાપતિ ને એક મહિના અગાઉ પાલનપુર ના રામજીનગર ખાતે રહેતા તેમના નાનાભાઈ દિનેશભાઈ પ્રજાપતિ ના ઘરે આવ્યા હતા , પાલનપુર આવ્યા બાદ ભવનભાઇ કોરોના સંક્રમિત થતા તેમને હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા પરંતુ કોઈ હોસ્પિટલ માં જગ્યા ન દર્દી ને ઘરે પરત લાવ્યા હતા અને ઘરે તબીબી સારવાર ના બદલે કચ્છ ના રાપર ખાતે રહેતા તેમના ગુરુ મોહન ભગત ને વિધિ માટે બોલાવ્યા હતા. તે  સમયે દર્દીને દવાની નહીં પરંતુ દુવાની જરૂર છે તેમ કહી દર્દી ના ગુરુએ તેમના પર મંત્ર જાપ અને વિધિ કરી હતી. ગુરુ મોહન ભગતે  કોરોના ગ્રસ્ત દિનેશભાઈને જમીન પર સીધા સુવડાવી તેના પેટ પર પગ મૂકી મંત્ર તંત્ર અને વિધિ કરી હતી. બાદમાં ગુરુએ ભવનભાઈને આશીર્વાદ આપી તેઓ જલદી સાજા થઇ જશે તેવા આશીર્વાદ પણ આપ્યા હતા પરંતુ ત્યારબાદ થોડા સમય પછી દર્દી ભવનભાઈ નું મૃત્યુ થયું હતું જોકે આ સમગ્ર ઘટના નો વિધિ કરતો વિડીયો દર્દી ના મૃત્યુ ના 20 દિવસ બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ અને આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું, જે મામલે તપાસ કરતા કોરોના નો દર્દી પાસે માસ્ક વગર રહેવું, સોશ્યલ ડિસ્ટન્સ ન જાળવવું અને અંધશ્રદ્ધા ફેલાવવાનું જણાતા વિધિ કરનાર ગુરુ મોહન ભગત,  મોહન ભગત નો ભાઈ તેમજ મૃતક ના ભાઈ દિનેશભાઈ પ્રજાપતિ સહિત ત્રણ લોકો સામે IPC 188 અને એપિડેમિક એક્ટ મુજબ ફરિયાદ નોંધી પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News