બનાસકાંઠાનાં પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા શિક્ષણ નીતિનો વિરોધ કરાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-02 11:35:03
  • Views : 248
  • Modified Date : 2021-08-02 11:35:03

     એક તરફ ભાજપ સરકાર પોતાની સફળતાનાં 5 વર્ષની ઉજવણી કરી રહી છે તો બીજી તેની સામે કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહી છે. ત્યારે આજે બનાસકાંઠાનાં પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા શિક્ષણ નીતિનો વિરોધ કરાયો  વિદ્યાર્થીઓને શિક્ષણમાં થઇ રહેલા અન્યાયને લઈ પાલનપુરની કોલેજમાં ટેબલેટમાં કરોડોના કૌભાંડ હોવાના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કર્યું.વિરોધ કરી રહેલા કોંગ્રેસના ધારાસભ્યો સહિત 50થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે.

     તાજેતરમાં રાજ્યની ભાજપ સરકાર સફળતાના પાંચ વર્ષની ઉજવણી કરી રહ્યું છે. તો બીજી તરફ સામે કોંગ્રેસ ભાજપ સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવા મેદાને પડયું છે.ભાજપ સરકાર દ્વારા નવ દિવસ સફળતાના કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં આપવામાં આવ્યા છે.તો  કોંગ્રેસ તેની સામે સરકારની નિષ્ફળતાનો વિરોધ કરી રહી છે. ત્યારે આજે જિલ્લાના કોંગ્રેસી ધારાસભ્યો અને કોંગ્રેસી કાર્યકરોએ જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સરકારની નીતિઓનો વિરોધ કર્યો હતો.અને ખાસ શિક્ષણ નીતિનો વિરોધ કરી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું.જોકે પોલીસે વિરોધ કરવા દીધો હતો અને વિરોધ કરી રહેલા કોંગ્રેસના બે ધારાસભ્યો સહિત કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરોની અટકાયત કરી હતી. જો કે પોલીસની અટકાયતી કામગીરી દરમ્યાન કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણનાં ધરસ્યો સર્જયા તો પોલીસે કેટલાક કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી. જે પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કોલેજોમાં કરોડોનું ટેબ્લેટ કૌભાંડ થયું હોવાના આક્ષેપો સાથે કોલેજ બહાર કૌભાંડ અનાવરણ વિધિ કરી અનોખો વિરોધ કાર્યો છે.

Download Our B K News Today App



Related News