પાલનપુરમાં આમ આદમી પાર્ટી દ્વારા "દંડ નહિ પણ માસ્ક આપો" જાગૃકતા અભિયાન અંતર્ગત લગભગ બે હજાર જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-04 11:56:45
  • Views : 215
  • Modified Date : 2021-06-04 11:56:45

     આજરોજ પાલનપુર ગુરૂનાનક ચૌક આગળ આમ આદમી પાર્ટી, બનાસકાંઠા દ્વારા "દંડ નહિ પણ માસ્ક આપો" જાગૃકતા અભિયાન અંતર્ગત લગભગ બે હજાર જેટલા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું.જેમા બનાસકાંઠા જિલ્લા પ્રમુખ મેલાજી ઠાકોર સહિત અનેક કાર્યકરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે જિલ્લા પ્રમુખે  જણાવ્યું કે સરકાર અને પ્રશાસનને આમ આદમી પાર્ટી વતી એક સંદેશો આપ્યો હતો અને આજે પ્રજા જોડેથી એક હજારનો દંડ લેવાનો બંદ કરીને લોકોને માસ્ક આપવા જોઇએ.આ સંદેશા સાથે આજે અમે આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લા,તાલુકા અને શહેરના તમામ હોદ્દેદારો મળી માસ્ક વિતરણ કરી લોકોને સરકારી આંકડાની માયાજાળમાં ફસાવવાને બદલે હજુ પણ કોરોના સામે સાવચેત રહેવા જણાવ્યું હતું. આ અભિયાન દ્વારા લોકોને માસ્ક આપીને ફરજીયાત માસ્ક પહેરવા સહજ રીતે સમજણ આપી જાગૃત કર્યા હતા. આ કામ હાલની ગુજરાત સરકારે અને જિલ્લા પ્રશાસને કરવું જોઈએ...આ કાર્યક્રમમાં  જિલ્લા મહામંત્રી કાંતિભાઈ પટેલ અને જીલ્લા મહિલા પ્રમુખ અને  રિટાયર્ડ PSI ગનીબેન ચૌહાણની અધ્યક્ષ સ્થાને આ વિશેષ કાર્યક્રમ અને લોકજાગૃતિનું આયોજન થયું હતું. સમગ્ર જિલ્લા, તાલુકા, શહેર અને ગ્રામ્ય કાર્યકર્તાઓએ મોટી સંખ્યામા હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News