પાલનપુરમાં 1 ઇંચ વરસાદમાં જ સુખબાગ રોડ પર ઢીંચણસમા પાણી ભરાયા હાઈવે વિસ્તારમાંથી શહેરમાં પ્રવેશતા અનેક વાહનચાલકો માર્ગ પર પાણી ભરાઈ જતાં અટવાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-09 12:30:19
  • Views : 223
  • Modified Date : 2022-07-09 12:30:19


સામાન્ય વરસાદમાં જ પાલિકાની પ્રિ મોન્સૂન પ્લાનની ખુલી પોલ


પાલનપુર પડેલા વરસાદના કારણે પાલિકાની પોલ ખોલી ગઈ છે જેમાં સુખ બાદ વિસ્તાર હાઈવેથી શહેર તરફ જવાના રસ્તા ઉપર ઢીંચણ સમા પાણી ભરાઇ જતાં સ્થાનિકો તેમજ વાહ લઈ ત્યાંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જોકે માત્ર એક જ વરસાદમાં જ આ વિસ્તારમાં આવી પરિસ્થિતિ થાય તો આવનાર સમયમાં ભારે વરસાદના કારણે શું પરિસ્થિતિ થશે


કલાકો પહેલા પડેલા વરસાદ બાદ પણ  માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાઈ રહેતા વાહનચાલકો પાણીમાંથી પસાર થવા બન્યા મજબૂર


પાલનપુર પડેલા એક ઇંચ વરસાદના કારણે પાલનપુરના સુખ રોડ તેમજ હાઈવે વિસ્તાર થી શહેરમાં પ્રવેશતા અનેક વાહનચાલકો માર્ગો પર પાણી ભરાઇ જતા અટવાયા છે કલાકો પહેલા પડેલા વરસાદ બાદ પણ માર્ગ પર ઢીંચણ સમા પાણી ભરાઇ રહેતા વાહનચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે જોકે સામાન્ય વરસાદમાં જ પાલનપુર નગરપાલિકાની પ્રિમોન્સુન પ્લાનિંગની પોલ ખૂલી ગઈ છે જોકે બીજી તરફ રાત્રે પડેલા વરસાદના કારણે પાલનપુરના તાજપુરા વિસ્તારમાં વરંડાની દિવાલ ધરાસાઈ થઈ હતી જોકે આ દિવાલ જર્જરિત હોવાના કારણે ધરાશાયી થઇ હોય એવા જાણવા મળ્યું છે નગરપાલિકા દ્વારા સર્વે કરી આવા જર્જરિત મકાનો અને દીવાલો ઉતારી લેવામાં આવે તો મોટી જાનહાની થતાં મળી શકે તેમ છે


Download Our B K News Today App



Related News