ડીસા તાલુકાના ઢુંવા ગામે અનોખું હોસ્પિટલ તૈયાર કરાયું : આજુબાજુના 15 ગામના લોકોને મળી રહી છે કોરોનાની સારવાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-14 11:16:26
  • Views : 282
  • Modified Date : 2021-05-14 11:16:26

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા એક મહિનાથી કોરોના તાંડવ મચાવી રહ્યો છે અને હવે શહેરી વિસ્તાર બાદ આ કોરોના વાયરસ ગ્રામીણ વિસ્તારોમાં પણ હાહાકાર મચાવી રહ્યો છે તેવામાં ડીસા તાલુકાના ઢુવા ગામમાં આરોગ્ય વિભાગને સાથે સાથે હવે ગ્રામજનો પણ કોરોના ની ચેન તોડવા માટે આગળ આવ્યા છે.આ ગામના જાગૃત લોકોએ સાથે મળી એક ટીમ બનાવી છે અને આરોગ્ય વિભાગ ની સાથે મળી અહીં આવેલી એક શાળામાં 25 બેડની હોસ્પિટલ ઉભી કરી દીધી છે આ શાળામાં બનાવવામાં આવેલી હોસ્પિટલમાં દર્દીઓની લાવવા લઈ જવા માટે એમ્બ્યુલન્સ ની પણ સુવિધા ઉપલબ્ધ કરાઇ છે અહીં દર્દીઓને ઇમર્જન્સીમાં ઓક્સિઝન લેવલ ઘટી જાય તો તેની પણ સુવિધા શરૂ કરી છે. અહીં આજુબાજુના 10 થી 15 જેટલા ગામના ના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે અત્યારે પણ આ શાળામાં બનાવવામાં આવેલી હોસ્પિટલમાં ૨૫ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જે તમામ દર્દીઓને સવારે ઉકાળો આપવાથી લઈ બે ટાઈમ ભોજન ચા-નાસ્તો હરવા ફરવા માટેની વ્યવસ્થા અને યોગા સહિતની સુવિધા શરૂ કરાઇ છે.

     બનાસકાંઠા જિલ્લામાં શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાવાયરસ ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જે પ્રમાણે લોકોએ બજારોમાં ખરીદી માટે એકત્રિત કરી હતી તેને લઈ હાલ માં રોજના મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ ના કેસ સામે આવ્યા છે ત્યારે શહેરી વિસ્તારની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ જતા ગ્રામીણ વિસ્તારના લોકોને સમયસર સારવાર મળતી નથી જેના કારણે મોટાભાગના ગામોમાં ગામ લોકોએ જાતે જ ફાળો એકત્રિત કરી હોસ્પિટલો શરૂ કરી છે જેમાં ગામના અને આજુબાજુના મોટાભાગના ગામોના કોરોના દર્દીઓ ને સારવાર આપવામાં આવી રહી છે ડીસા તાલુકામાં પણ સતત વધતા જતા કોરોના કહેર વચ્ચે આમાં હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે જેના કારણે અત્યારે ડીસા તાલુકાના ગામડાઓમાં પણ કુણા દર્દીઓને જ્યાં જગ્યા મળી રહી છે ત્યાં ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી રહી છે ત્યારે ચોક્કસ કહી શકાય કે ગ્રામીણ વિસ્તારના લોકો હવે કોરોના ની લડાઈ સામે જાગૃત થઈ અને ગામમાં જ હોસ્પિટલો તૈયાર કરી સારવાર આપી રહ્યા છે.

Download Our B K News Today App



Related News