ઉત્તર ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ પવનના કારણે ગરમી દોઢ ડિગ્રી ઘટી, પરંતુ ભેજ વધતાં આખો દિવસ ઉકળાટનો કહેર વધ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-02 12:34:25
  • Views : 215
  • Modified Date : 2022-05-02 12:34:25

ઉત્તર ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ પવનના કારણે ગરમી દોઢ ડિગ્રી ઘટી, પરંતુ ભેજ વધતાં આખો દિવસ ઉકળાટનો કહેર વધ્યો

ઉત્તર ગુજરાતમાં એપ્રિલ મહિનામાં ગરમી અને ઉકળાટે રીતસરનો પ્રકોપ વરસાવ્યો છે. એમાં પણ છેલ્લા 4 દિવસથી ગરમી અને ઉકળાટ ચરમસીમાએ પહોંચ્યા છે. જો કે, રાહતની વાત એ છે કે, આગામી 4 દિવસમાં ગરમી ધીમે ધીમે ઘટી જશે. ઉત્તર ગુજરાતમાં શનિવારે પવનની દિશા પલટાઇને દક્ષિણ-પશ્ચિમની થઇ હતી. પ્રતિ કલાકે સરેરાશ 7 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવનના કારણે સવારના સમયે હવામાં ભેજનું પ્રમાણ 60 ટકાને પાર અને બપોરના સમયે 25 ટકાની આસપાસ પહોંચ્યું હતું. પવનની દિશા પલટાતાં ગરમી દોઢ ડિગ્રી સુધી ઘટતાં મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 41.1 થી 42 ડિગ્રીની વચ્ચે રહ્યો હતો. તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થવા છતાં રાહત મળી ન હતી. કારણ કે હવામાં ભેજનું પ્રમાણ વધતાં ઉકળાટનો કહેર વધ્યો હતો. પરસેવે રેબઝેબ અને માથુ ફાડતાં અસહ્ય ઉકળાટનો કહેર દિવસભર વર્તાયો હતો.

સમી સાંજ બાદ ગરમ પવનનો મારો યથાવત રહ્યો હતો. રાત્રીનું તાપમાન પણ 27 થી 28 ડિગ્રીની વચ્ચે રહેતાં રાત્રી દરમિયાન ઠંડકનું જોર ઘટ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 4 દિવસ દરમિયાન ગરમી ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે. તાપમાન 40 ડિગ્રીથી નીચે આવતાં ગરમીથી રાહત મળશે..

Download Our B K News Today App



Related News