નિકોલમાં ઘર પાસે રમતી માસૂમ બાળકીના માથા ઉપર પીકઅપ ડાલુનું ટાયર ફરી વળતાં મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-25 14:22:19
  • Views : 57
  • Modified Date : 2025-04-25 14:22:19

 પૂર્વ વિસ્તારમાં દિન પ્રતિદિન હિટ એન્ડ રન તથા અકસ્માતે મોતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. જેમાં નિકોલ વિસ્તારમાં ઘર આગળ રમતી બે વર્ષની બાળકીને પીઅપ ડાલુ ચાલકે ટક્કર મારી હતી જેના માથા ઉપરથી વાહનનું ટાયર ફરી વળતાં બેભાન હાલતમાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ટ્રાફિક પોલીસે પડોશી શખ્સ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નિકોલમાં  રહેતા યુવકે ટ્રાફિક આઇ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેમના મકાન નજીક રહેતા ભરવાડની અજાણી વ્યકિત સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે સવારે તેમની ૨ વર્ષની પુત્રી ઘર આગળ રમતી હતી ત્યારે તેમના પાડોશમાં રહેતા વાહન ચાલક આરોપીએ પૂરઝડપે પીકઅપ ડાલુ ચલાવીને બાળકીને અડફેટે લેતા તે પડી ગઇ હતી.

Download Our B K News Today App



Related News