નાણોટા ગામમાં ટીટોડી એ ચાર ઇંડા મૂકતા સારા વરસાદની વકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-24 10:44:04
  • Views : 321
  • Modified Date : 2022-05-24 10:44:04

નાણોટા ગામમાં ટીટોડી એ ચાર ઇંડા મૂકતા સારા વરસાદની વકી

 

 

ટેકનોલોજીનો વિકાસ નહતો ત્યારે લોકો પક્ષી ઓ ઉપરથી ચોમાસુ નક્કી કરવાની પ્રથા અંકબંધ

 

ટીટોડી ચાર ઇંડા મૂકે તો સારા વરસાદ ના એંધાણ

 

 

ચોમાસાની શરૂઆત થઈ જવા રહી છે ત્યારે લોકો અને ખેડૂતોમાં આ વર્ષે ચોમાસુ કેવું રહેશે તે જૂની પરંપરા માન્યતા પ્રમાણે ટીટોડીની ઈંડા ઉપરથી નક્કી કરતા હોય છે પહેલાના સમયમાં ટેકનોલોજી નો ઉપયોગ નહતો ત્યારે લોકો ચોમાસાની શરૂઆત ટીટોડીના ઇંડા ઉપરથી નક્કી કરી માહિતી મેળવતા હતા

 

 

 ત્યારે જૂની પરંપરા મુજબ ટીટોડી બે ઇંડા મૂકે તો મધ્યમ વરસાદ થાય ચાર ઈંડા મૂકે તો સારો વરસાદ થવાની સંભાવના હોય છે અને પાંચ ઈંડા મૂકે તો અતિવૃષ્ટિ થવાની માન્યતા રહેલી છે જેમાં વૈશાખ મહિનાના અંતમાં ટીટોડી ઈંડા મૂકે તો વરસાદ વહેલો થવાની પણ માન્યતા રહેલી છે જેથી નાનોટા ગામના ખેડૂત દશરથભાઈ જોરાભાઇ રબારી ના ખેતરમાં ટીટોડી એ ચાર ઇંડા મૂકતા સારા વરસાદની સંભાવના રહેલી છે

Download Our B K News Today App



Related News