નડિયાદમાં કોંગ્રેસે ચક્કાજામ કરતાં અફડા તફડી મચી ગઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-29 11:40:18
  • Views : 321
  • Modified Date : 2020-09-29 11:40:18

   નડિયાદ શહેરના સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે કોંગ્રેસ અને NSUI દ્વારા સોમવારના રોજ એકાએક ચક્કાજામનો કાર્યક્રમ આપી દેતા અફડા તફડી મચી ગઈ હતી. જોકે, ફરજ પરની પોલીસે અટકાયતી પગલાં ભર્યાં હતાં. નો સ્કૂલ, નો ફિના નારા સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સનના ધજાગરા ઉડ્યાં હતાં.

કોરોનાને કારણે સ્કૂલો બંધ હોવા છતાં ફિની ઉઘરાણી કરવામાં આવે છે. જેને લઇને કોંગ્રેસ દ્વારા સોમવારના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો સરદાર પટેલ સ્ટેચ્યુ પાસે એકત્ર થયાં હતાં અને રસ્તા રોકો આંદોલન કર્યું હતું. જોકે, અચાનક અપાયેલા આ કાર્યક્રમના પગલે અફડા તફડી મચી ગઈ હતી.

Download Our B K News Today App



Related News