મુંબઈમાં 3 બાળકોની આંખો કાઢવી પડી, ડોક્ટર્સે કહ્યું- આંખ ના કાઢતા તો જીવ ના બચતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-18 14:00:43
  • Views : 349
  • Modified Date : 2021-06-18 14:00:43

    મુંબઈમાં ખૂબ ડરાવી દે તેવી ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, મુંબઈમાં કોરોનાથી સાજા થયા પછી બ્લેક ફંગસથી પીડિત 3 બાળકોની આંખો કાઢવી પડી છે. આ ત્રણેય બાળકો મુંબઈની અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્રણેયની ઉંમર 4,6 અને 14 વર્ષ હતી. સૌથી નવાઈની વાત એ છે કે, 4 અને 6 વર્ષના બાળકમાં ડાયાબિટીસના કોઈ લક્ષણ નથી.

    બ્લેક ફંગસ વિશે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ડાયાબિટીસના દર્દીઓમાં તેનું જોખમ વધારે હોય છે. આ સિવાય 16 વર્ષની એક છોકરી પણ છે જે કોરોનાથી રિકવર થયા પછી બ્લેક ફંગસની શિકાર થઈ હતી. આ ફંગસ તેના પેટમાંથી કાઢવામાં આવ્યું છે.મુંબઈની એક પ્રાઈવેટ હોસ્પિટલના ડૉ. જેસલ સેઠના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે તેમની પાસે બ્લેક ફંગસના 2 કેસ આવ્યા છે. બંને સગીર બાળકોના છે. 14 વર્ષની બાળકી જેને ડાયાબિટીઝ હતો તેની હાલત થોડી ગંભીર હતી. હોસ્પિટલમાં દાખલ થયાના 48 કલાકની અંદર જ છોકરીમાં બ્લેક ફંગસના લક્ષણ દેખાવા લાગ્યા હતા.

    ફોર્ટિસ હોસ્પિટલમાં સીનિયર પીડિયાટ્રીશિયન ડૉ. જેસલ સેઠના જણાવ્યા પ્રમાણે, આ વર્ષે તેમની પાસે બ્લેક ફંગસના 2 કેસ આવ્યા છે. બંને સગીર બાળકોના છે. 14 વર્ષની બાળકી જેને ડાયાબિટીઝ હતો તેની હાલત થોડી ગંભીર હતી. હોસ્પિટલમાં દાખલ થયાના 48 કલાકની અંદર જ છોકરીની આંખો કાળી પડવા લાગી હતી. ફંગસ નાક સુધી પહોંચી ગયું હતું. અમે છ સપ્તાહ સુધી તેની સારવાર કરી. પરંતુ અંતે અમારે તેની આંખ કાઢવી જ પડી.
ડૉ. જેસલ સેઠના જણાવ્યા પ્રમાણે, અન્ય એક કેસમાં બાળકીને પહેલાં ડાયાબિટીસના કોઈ લક્ષણ નહતા. પરંતુ કોરોનાથી રિકવર થયા પછી તેને અમુક તકલીફો થવા લાગી હતી. બ્લેક ફંગસ તેના પેટ સુધી પહોંચી ગયું હતું. જોકે ત્યાર પછી તે રિકવર કરવામાં આવ્યું છે. જ્યારે 4 અને 6 વર્ષના બાળકની સારવાર અન્ય એક પ્રાઈવેટ હોસ્પિટલમાં કરવામાં આવી છે. હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે જો બાળકોની આંખ કાઢવામાં ના આવતી તો તેમનો જીવ બચાવવો મુશ્કેલ હતો.

Download Our B K News Today App



Related News