બનાસકાંઠા જિલ્લામાં તૌકતે વાવાઝોડાને લઈ તંત્ર સજ્જ : કલેક્ટર દ્વારા - 24 કલાક એલર્ટ રહે તેવી ટીમો બનાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-18 11:36:30
  • Views : 458
  • Modified Date : 2021-05-18 11:36:30

     બનાસકાંઠા જિલ્લામાં પણ  તૌકતે વાવાઝોડા ને પગલે વહિવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે જિલ્લા કલેક્ટરે તાત્કાલિક જિલ્લાના તમામ અધિકારીઓની બેઠક બોલાવી હતી. આરોગ્ય વિભાગ,ખેતીવાડી વિભાગ, નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર,  ટીડીઓ સહિત તમામ અધિકારીઓએ આગામી 19 તારીખ સુધી ફરજ પર નું સ્થળ ન છોડવા માટેનો આદેશ કર્યો છે આ સિવાય શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારમાં તમામ પ્રકારના જાહેરાત ના હોર્ડિંગ ઉતારી લેવા અને વાવાઝોડાથી લોકોના જાનમાલને નુકસાન ન થાય તે માટે માટેની સૂચના આપવામાં આવી છે. 

      ડીસા નગરપાલિકા પ્રમુખ એ પણ વાવાઝોડાને પગલે 24 કલાક એલર્ટ રહેવા માટે અલગ અલગ ટિમો બનાવી છે કે જેથી કોઈપણ વિસ્તારમાં વાવાઝોડાના કારણે નુકસાન ન થાય અથવા જરૂર પડે તો તાત્કાલિક આ ટીમ જે તે વિસ્તારમાં જઇ લોકોની મદદ કરી શકે આ સિવાય હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પણ વાવાઝોડાના કારણે વીજળી ડુલ થાય તો હોસ્પિટલમાં દાખલ દર્દીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે વીજળી ની વૈકલ્પિક વ્યવસ્થા કરવા પણ સૂચના આપી દેવામાં આવી છે આમ બનાસકાંઠા જીલ્લાની અંદર વાવાઝોડાને પગલે લોકોને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે તંત્ર સાબદુ બની ગયું છે.

      આગામી ગુજરાતના મોટાભાગના જિલ્લામાં તોકતે વાવાજોડું આવવાની શક્યતાઓ રહેલી છે.જેને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો આવતા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.મોટાભાગના તમામ માર્કેટયાર્ડમાં ખેડૂતોનો માલ બગડે નહીં તે માટે સુરક્ષિત જગ્યા પર ખસેડી દેવા પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં અલગ અલગ ટિમો બનાવી તૈયાર રહેવા માટે પણ સૂચનાઓ આપી દેવામાં આવી છે.આમ બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર તોકતે વાવાજોડાને પહોંચી વળવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે.

 

Download Our B K News Today App



Related News