બનાસકાંઠાના સરહદી વિસ્તાર મોરથલ ગામમાં આડા સંબંધો મામલે બે પિતરાઇ ભાઇઓના પરિવાર વચ્ચે ધીંગાણું ખેલાયું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-20 12:16:06
  • Views : 305
  • Modified Date : 2021-10-20 12:16:06

બનાસકાંઠાના સરહદી વિસ્તાર મોરથલ ગામમાં આડા સંબંધો મામલે બે પિતરાઇ ભાઇઓના પરિવાર વચ્ચે ધીંગાણું ખેલાયું હતું. ઘાતક હથિયારો વડે સામસામે મારામારી થતાં એક વ્યક્તિનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા

થરાદ તાલુકાના મોરથલ ગામે બે પિતરાઈ ભાઈઓ વચ્ચે ઘાતક હથિયારો વડે મારામારી સર્જાઈ  એક વ્યક્તિનું મોત ત્રણ લોકોને ગંભીર ઇજા

થરાદ તાલુકાના મોરથલ ગામે રહેતા ઠાકોર પરિવારના બે પિતરાઈ ભાઈઓ વચ્ચે ઘાતક હથિયારો વડે મારામારી થઈ હોવાની ઘટના બની હતી. જેમાં એક વર્ષ અગાઉ નટાજી ઠાકોર તેમના પિતરાઈ ભાઈ ની પત્ની સાથે ફોન પર વાતચીત કરતા પકડાઈ ગયો હતો જેથી તેના પરિવારજનોએ એક વર્ષ સુધી તેને ગામ બહાર રહેવા નો નિર્ણય કર્યો હતો.જોકે તે દરમિયાન ગઇકાલે સોમવારે નટાજી તેના ઘરે આવતા પિતરાઈ ભાઈના પરિવારજનો તેના ઘરે ઠપકો આપવા માટે ગયા હતા. તે સમયે બંને પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ઉશ્કેરાઈ જતા મારામારી થઈ હતી. ધારીયું, ધોકા, લાકડી જેવા ઘાતક હથિયારો વડે સામસામે મારામારી થતા ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવી ઈજાગ્રસ્તોને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાં લોહીલુહાણ થયેલા વરધાજી ઠાકોર ને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવ અંગે થરાદ પોલીસે આઠ લોકો સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News