વલસાડ જિલ્લાના વાપીના મોરાઈમાં નિર્માણાધીન બ્રિજનો બિમ સ્લેબ સાથે ધરાશાયી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-06 16:05:09
  • Views : 104
  • Modified Date : 2023-08-06 16:05:09

 વલસાડના વાપીના મોરાઈમાં નિર્માણાધીન બ્રિજનો બિમ ધરાશાયી થયો છે. બિમ સાથે બ્રિજનો સ્લેબ નીચે પડતા ભાગદોડ મચી છે. મળતી માહિતી અનુસાર સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મોરાઈ ખાતે રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બની રહ્યો હતો. બ્રિજનું કામ બંધ હતુ ત્યારે સ્લેબ સાથે એક સાઈડનો બિમ પડ્યો હતો.તો બીજી તરફ તાપીના મીંઢોળા નદી પરનો પુલ લોકાર્પણ પહેલા જ તૂટી પડ્યો હોવાની ઘટના સામે આવી છે. તાપીના વ્યારાના માયપુર અને દેગામાં ગામને જોડતો પુલ ધરાશાયી થઇ ગયો હતો. લોકાર્પણ પહેલા જ પુલ તૂટી પડતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પૂલ તુટી પડતા 15 જેટલા ગામોને અસર થઇ હતી. આ સાથે જ પુલની ગુણવત્તાને લઇને પણ સવાલ ઊભા થયા હતા.

Download Our B K News Today App



Related News