મોડાસાના ડુંગરવાડા ચાર રસ્તે ‘તું મારી વિરુદ્ધ કેમ ફરિયાદ કરે છે’ તેવું કહી વેવાઈએ વેવાઈને જાહેરમાં માર મારી કપડાં ફાડ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-13 11:25:08
  • Views : 268
  • Modified Date : 2020-12-13 11:25:08

    મોડાસામાં ડુગરવાડા ચોકડી પર બે વેવાઈઓ વચ્ચે બોલાચાલી દરમિયાન સામે પક્ષે વેવાઈ કહેવા લાગ્યો હતો કે તું મારી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેમ ફરિયાદ કરે છે કહી વેવાઈને પિતા પુત્ર અને અન્ય શખ્સે સાથે મળીને ગડદાપાટુનો મારમારી તેના કપડા ફાડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. દરમિયાન ઝઘડામાં વેવાઇના ખિસ્સામાંથી 67000 પડી જતાં મોડાસાના ટાઉન પોલીસ સ્ટેશનમાં પિતા, પુત્ર અને અને શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી. મોડાસાની શાહીનબાગ સોસાયટીમાં રહેતા ઝુલ્ફીકાર મોહમ્મદ હુસૈન મનવાના પર તેમના વેવાઈ સલીમભાઈ ગુજરાતીનો ફોન આવ્યો હતો.

    તેઓ કહેવા લાગ્યા હતા કે તે આરીફ છાવાને કેમ નોકરી રાખે છે તેને છૂટો કરી દો નહીં તો જાનથી મારી નાખીશ. બાદમાંશુક્રવાર સાંજે ડુગરવાડાચોકડી પાસે કોમ્પલેક્ષ પાસેથી ઝુલ્ફીકાર સાંજે પસાર થતા હતા. તે દરમિયાન તેમના વેવાઈ સલીમભાઈ તેમને કહેવા લાગ્યા હતા કે મારી વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી ફરિયાદ કેમ કરે છે કેમ કહી તેમની સાથે ઝપાઝપી કરતાં તેઓ નીચે પડી જતાં તેમના ખિસ્સામાં રહેલા રૂ.67000 નીચે પડી ગયા હતા. જતાં જતાં આજે તો તું બચી ગયો છે એકલદોકલ મળીશ તો જાનથી મારી નાખીશુંની ધમકી અપાતા ઝુલ્ફીકાર મનવાએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં સલીમભાઈ ઇબ્રાહીમભાઇ ગુજરાતી, માઉન સલીમભાઈ ગુજરાતી બંને રહે. આઈજીફાર્મ મોડાસા, જમાલભાઈ અહેમદભાઈ ગુજરાતી રહે. જમાલવાવ ઘાંચીવાળા મોડાસા

Download Our B K News Today App



Related News