શહેરના અનેક વિસ્તારમાં મોડી રાત્રે દીપડીના આંટાફેરા જોવા મળ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-19 14:53:01
  • Views : 121
  • Modified Date : 2023-08-19 14:53:01

નવસારી શહેરના લોકોને હાલ ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બનવુ પડ્યુ છે. છેલ્લા થોડા દિવસથી નવસારી શહેરની આસપાસ બચ્ચા સાથે દીપડીના આંટાફેરા જોવા મળી રહ્યા છે. શહેરના ભેંસત ખાડાના વોરા વાડીમાં મોડી રાત્રિ દરમિયાન દીપડીના આંટાથી સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ દીપડી બચ્ચાં સાથે શહેરના કાલિયાવાડી, કાછીયાવાડી વિસ્તારમાં પણ જોવા મળી હતી. તો દીપડીએ શ્વાન અને ડુક્કરનો શિકાર પણ કર્યો હતો. જે પછી લોકોને ઘર બહાર નીકળવામાં પણ ડર લાગી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તાર છોડીને શહેરી વિસ્તાર દીપડીના આંટાફેરાએ લોકોમાં ચિંતા વધારી છે.

Download Our B K News Today App



Related News