પોલિયો ડ્રોપની જગ્યાએ સેનિટાઇઝરના ડ્રોપ પિવડાવાયા , 12 બાળકો હોસ્પિટલમાં એડમિટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-02 12:02:25
  • Views : 385
  • Modified Date : 2021-02-02 12:02:25

    મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના કાપસીકોપરી ગામમાં 12 બાળકોને પોલિયો ડ્રોપની જગ્યાએ સેનિટાઇઝરના ડ્રોપ પિવડાવવામાં આવ્યા હતા. દરેક બાળકની ઉંમર પાંચ વર્ષ કરતાં ઓછી છે. ઊલટી અને બેચેનીની ફરિયાદ પછી તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ તેમની સ્થિતિ સ્થિર છે. ડોક્ટરની ટીમ તેમની દેખરેખ કરી રહી છે.

    આ કેસમાં ભાનબોરા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના એક ડોક્ટર, એક આંગણવાડી સેવિકા અને એક આશા કાર્યકર્તા સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. યવતમાલના સોશિયલ એક્ટિવિસ્ટ કિશોર તિવારીએ કહ્યું હતું કે સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપે સાથે મુલાકાત કરશે અને દોષિતો પર કાર્યવાહીની માગણી કરવામાં આવી છે.આ ઘટના રવિવારની છે. એ પછીના દિવસે પોલિયો અભિયાન ટીમને જાણ કરવામાં આવી ત્યારે તેમને તેમની ભૂલ સમજાઈ અને તેમણે બીજી વખતમાં બાળકોને પોલિયોની દવા પીવડાવી. જે બાળકો બીમાર થયાં છે તેમનાં નામ- ગિરમ ગેદામ, યોગશ્રી ગેદામ, તનુજ ગેદામ, હર્ષ મેશ્રામ, વેદાંત મેશ્રામ, રાધિકા મેશ્રામ, પ્રાતી મેશ્રામ, માહી મેશ્રામ, નિશા મેશ્રામ, આસ્થા મેશ્રામ અને ભાવના અર્કે છે.

    જિલ્લા પરિષદના CEO શ્રી કૃષ્ણ પાંચાલે કહ્યું હતું કે આ બહુ મોટી બેદરકારી છે. પોલિયો વેક્સિનની બોટલ પર વાઇરલ મોનિટરવાળા સ્ક્વેર બનેલા હોય છે. તેમનો એક અલગ રંગ હોય છે. આ સંજોગોમાં બેદરકારી કેવી રીતે થઈ એની કડક રીતે તપાસ કરવામાં આવશે. એ પણ જોવામાં આવશે કે બાળકોને દવા આપનાર સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી છે કે નહીં?


Download Our B K News Today App



Related News