નાગપુરમાં 15થી 21 માર્ચ સુધી લોકડાઉન; મહારાષ્ટ્રમાં 15 દિવસમાં સંક્રમણની ગતિ બે ગણી થઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 14:11:38
  • Views : 186
  • Modified Date : 2021-03-11 14:11:38

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ સૌથી ઝડપી ફેલાઈ રહ્યું છે. અહીં છેલ્લા 24 કલાકમાં 13,659 નવા દર્દી મળ્યા છે. આ 7 ઓક્ટોબર પછીનો સૌથી મોટો આંકડો છે ત્યારે 14,578 કેસ આવ્યા હતા. લગભગ 15 દિવસ પહેલાં સુધી અહીં 5-6 હજાર કેસ આવી રહ્યા હતા. દેશમાં હાલ 60 ટકાથી વધુ દર્દીઓ અહીંથી જ મળી રહ્યા છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 21814 નવા દર્દીની ઓળખ થઈ છે. 17674 દર્દી સાજા થયા છે. 114એ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 4020નો વધારો થયો છે. અત્યારસુધીમાં કુલ 1.12 કરોડ લોકો આ બીમારીનો ભોગ બની ચૂક્યા છે, એમાંથી 1.09 કરોડ સાજા થઈ ચૂક્યા છે, 1.58 લાખનાં મોત થયા છે, જ્યારે 1.85 લાખની સારવાર ચાલી રહી છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.ભારત બાયોટેકની કોરોના વેક્સિન (Covaxin)ના ઈમર્જન્સી યુઝને મજૂરી મળી ગઈ છે. સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી(SEC)એ એની પર લાગેલી ક્લિનિકલ ટ્રાયલની શરતને હાલ હટાવી દીધી છે.

    SECએ ભારત ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા(DGCI)ને તેની દરખાસ્ત મોકલી છે.જો કોવેક્સિનને ક્લિનિકલ ટ્રાયલની શરતથી બહાર કરવામાં આવે છે તો લોકોએ એને લેવા માટી સહમતી પત્ર નહિ આપવો પડે.વેક્સિનેશનના 54મા દિવસે ભારતમાં વેક્સિનેશનનો આંકડો 2.5 કરોડને વટાવી ગયો છે. બુધવારે 9.22 લાખથી વધુ લોકોએ રસી મુકાવી છે.અરુણાચલ પ્રદેશમાં બુધવારે કોરોનાના નવા દર્દીઓ મળ્યા છે. આ પહેલાં ત્રણ દિવસ સુધી અહીં કોઈપણ સંક્રમિત મળ્યા ન હતા.રાજ્યમાં બુધવારે 13659 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે, 9,913 લોકો સાજા થયા અને 54નાં મોત થયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં 22 લાખ 52 હજાર 57 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે, એમાંથી 20 લાખ 99 હજાર 207 લોકો સાજા થયા છે, જ્યારે 52610 દર્દીનાં મોત થયાં છે, 99,008 દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે.


Download Our B K News Today App



Related News