બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ તાલુકાના લોદ્રાની ગામમાં ભર સિયાળે ઉનાળા જેવો માહોલ સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-31 13:55:08
  • Views : 255
  • Modified Date : 2022-01-31 13:55:08

 

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આમ તો વર્ષોથી પાણીનો કકળાટ જોવા મળે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા છેવાડાના અનેક ગામોમાં આજે પણ લોકોને પીવાના પાણી માટે કિલોમીટર દૂર સુધી જવા માટે મજબૂર થવું પડે છે.મોટા ભાગે સરહદી વિસ્તારના લોકોએ પીવાના પાણી માટે અનેકવાર સરકારમાં પણ રજૂઆત કરી છે તેમ છતાં પણ હજુ સુધી કોઈ જ નિકાલ આવ્યો નથી આ તરફ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીનો પોકાર શરૂ થઈ જતો હોય છે પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે અને હવે લોકો પીવાના પાણી માટે શિયાળામાં પણ વલખા મારતા જોવા મળી રહ્યાં છે વાત છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના લોદ્રાણી ગામની. આમ તો તમે જોયું હશે કે લોકોને પીવાના પાણીની સૌથી વધુ જરૂરિયાત ઉનાળામાં હોય છે અને ઉનાળાના સમયમાં પીવાના પાણી માટે લોકો કિલોમીટર દૂર જઈ અને પીવાનું પાણી ત્યાંથી મેળવી લેતા હોય છે.પરંતુ હવે શિયાળામાં પણ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પીવાના પાણી માટે લોકોએ પડાપડી કરવી પડે છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં સરકાર દ્વારા નર્મદાની કેનાલ તો બનાવવામાં આવે છે પરંતુ તેના થકી આજે પણ મોટાભાગના ગામોમાં પાણી પહોંચી શકતું નથી જેના કારણે લોકોએ પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ તાલુકાના લોદ્રાણી ગામમાં છેલ્લા ત્રણ દિવસથી ભરશિયાળે પાણી ન આવતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્રણ દિવસ બાદ જ્યારે પીવાના પાણી માટે ટેન્કર પહોંચ્યું ત્યારે મહિલાઓની પડાપડી ના દ્રશ્યો જોવા મળ્યા હતા આ દ્રશ્ય જોતા ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આજે પણ ભરશિયાળે ઉનાળાના જેવી સ્થિતિ સર્જાઇ હતી. અત્યારે હાલ તો લોદ્રાણી ગામના લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આ ગામમાં પીવાના પાણી માટેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે.

 

Download Our B K News Today App



Related News