છેલ્લા 2 દિવસમાં રાજકોટ જિલ્લામાં 23096 ખેડૂતોએ મગફળીનું રજિસ્ટ્રેશન કરાવ્યું, સૌથી વધુ જામકંડોરણામાં 7952 ખેડૂતોનું રજિસ્ટ્રેશન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-03 11:42:39
  • Views : 327
  • Modified Date : 2020-10-03 11:42:39

     ગુજરાત સરકાર આગામી 21 ઓક્ટોબરથી મગફળીની પ્રતિ મણ રૂ.1055ના ટેકાના ભાવે ખરીદી કરશે. આ ખરીદી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે અને 20 દિવસ રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. ત્યારે રાજકોટ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં 23 હજાર 96 ખેડૂતોએ મગફળીનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાં સૌથી વધુ જામકંડોરણામાં 7952 ખેડૂતોએ અને સૌથી ઓછું ઉપલેટામાં 219 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

જિલ્લામાં 23096 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

ગામ

રજિસ્ટ્રેશન

જામકંડોરણા7952
જેતપુર3263
વીંછીયા3057
ગોંડલ3056
જસદણ2676
ધોરાજી919
કોટડા સાંગાણી737
પડધરી313
રાજકોટ463
લોધિકા241
ઉપલેટા219

જિલ્લાના 11 અને તાલુકાના 8 સેન્ટર પર મગફળીનું રજિસ્ટ્રેશન
મહત્વનું છે કે રાજકોટ જિલ્લાના 11 અને તાલુકાના 8 સેન્ટર પર ટેકાના ભાવે મગફળીનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. રજિસ્ટ્રેશન સ્થળ પર ખેડૂતોની વહેલી સવારથી જ ભીડ જોવા મળી રહી છે. આ સાથે જ ઘણી જગ્યાએ અધિકારીઓની હાજરીમાં જ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે.

સરકાર 20 કિલોના 1055ના ટેકાના ભાવે ખરીદી કરશે
મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. સરકાર દ્વારા 20 કિલોના 1055 ના ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો આખો મહિનો નોંધણી કરાવી શકશે. મહત્વનું છે કે જીલ્લાના મોટા ભાગના યાર્ડમાં મગફળીના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે. રાજકોટના જુના યાર્ડમાં રાજકોટ તાલુકો, લોધિકા અને પડધરી તાલુકાના ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકાના ખેડૂતો ગોંડલ યાર્ડમાં રજિસ્ટ્રેશન કરાવી રહ્યાં છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં પંચાયતમાં ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી રહ્યાં છે. આગામી 21 ઓક્ટોબરે સરકાર મગફળીની ખરીદી શરૂ કરશે. એક ખેડૂત પાસે વધુમાં વધુ 2500 કિલો મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે.

Download Our B K News Today App



Related News