લાખણીના આગથળા ગામે એક ખેડૂતના એકજ સર્વે નંબર વાળી જમીનમાં વીજ કંપની દ્વારા અનેક વીજ લાઈન ચલાવવામાં આવી છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-06 11:38:04
  • Views : 504
  • Modified Date : 2022-06-06 11:38:04

 

લાખણી તાલુકાના આગથળા ગામે એક ઠાકોર અને એક પટેલ એવા બે ખેડુતોના ખેતરમાં ઓછામા ઓછી ચાર પાંચ લાઈન જેટકો કંપની દ્વારા ચલાવવામાં આવેલ છે જોકે હાલમાં તેને લઈને ખેતર મલિક સેધાભાઈ ઠાકોર અવારનવાર અનેક કચેરીએ બાબતની રજુઆત કરેલ જો કે પોતાની ખેતી લાયક જમીન બગડે અને તેમાં વધારે પ્રમાણમાં વીજ કંપની દ્વારા લાઈન ચલાવવામાં આવે પણ ગુજરાત રાજ્ય સરકારે કે કોઈ અન્ય વડી કચેરીએથી તેમને કોઈ ન્યાય મળેલ નહીં તેથી ખેતર માલિક કંટાળીને નામ.ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખટખટાવ્યા જેમાં નામદાર ગુજ.હાઇકોર્ટે 27.6.2022ની તારીખના રોજ સુનાવણી પણ રાખેલ છે પરંતુ આજ રોજ જેટકો કંપની દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે આવી ફરી એક નવી લાઈન ઉભી કરવાનું કામ ચાલુ કરી દીધેલ છે જેને લઈને બંને ખેડૂતોએ આજે મીડિયા સમક્ષ સજૂઆત કરી ગુજરાત સરકાર પાસે પોતાને સાચો ન્યાય મળે તેવી માંગ કરી છે કે અમારા ખેતરોમાં એક બે લાઈન હોય તો ચાલે પરંતુ અહી તો પાંચ પાંચ લાઈન એકજ ખેતરમાં ચલાવવામાં આવેલ છે તો શું જેટકો કંપની દ્વારા ખેડૂતના ખેતરમાં ઇલેક્ટ્રિક લાઈન ની જાળી પાડીને રહેશે કે શુ તેવી અનેક ચર્ચાઓ ખેડૂતોના  મુખે ચર્ચાઈ રહી છે કે પછી ગુજરાત સરકાર થોડી પણ રહેમ કરશે  તો આવનાર સમય સાબિત કરશે

Download Our B K News Today App



Related News