ડીસા તાલુકાના કૂપટ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત પૌરાણિક શીતળા સાતમનો મેળો ભરાતા ભક્તોએ દૂર દૂરથી દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-25 11:52:52
  • Views : 236
  • Modified Date : 2022-03-25 11:52:52

ડીસા તાલુકાના કૂપટ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત પૌરાણિક શીતળા સાતમનો મેળો ભરાતા ભક્તોએ દૂર દૂરથી દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા.

 

ફાગણ વદ સાતમ એટ્લે શીતળા સાતમ. વર્ષમાં શીતળા સાતમનો તહેવાર બે વાર ઉજવવામાં આવે છે. ફાગણ વદ સાતમ અને શ્રવણ વદ સાતમ આમ બે દિવસે આ દિવસની ઉજવણી થાય છે.. પરંતુ બનાસકાંઠા જીલ્લામાં ફાગણ વદ સાતમ પર ઉજવવામાં આવતા શીતળા સાતમના તહેવારનું ખૂબ મહત્વ છે.. ડીસા નજીક આવેલા કૂંપટ ગામમાં શીતળા સાતમ પર ભવ્ય મેળો યોજાય છે.. અને દૂર દૂરથી ભક્તો માતાજીનાં દર્શન કરવા માટે ઉમટી પડતાં હોય છે.ડીસા તાલુકામાં બનાસ નદીના તટ વસેલા કૂંપટ ગામમાં દર વર્ષે ફાગણ વદ સાતમના દિવસે શીતળા સાતમ નિમિત્તે ભવ્ય લોકમેળો યોજાય છે.. છેલ્લા ચારસો વર્ષથી આ પરંપરાગત લોક મેળાનું આયોજન કરવામાં આવે છે.. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના સંક્રમણને કારણે આ મેળાનું આયોજન રદ્દ કરવામાં આવ્યું હતું.. અને કોરોના વાઇરસનું સંક્રમણ ઘટતા હવે એકવાર ફરી આ વર્ષે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.. કૂંપટ ગામમાં આવેલા આ શીતળા માતાના મંદિર પ્રત્યે ગુજરાત સહિત અન્ય રાજયોના ભક્તો પણ અનેરી આસ્થા ધરાવે છે અને દર વર્ષે ફાગણ સુદ સાતમા દિવસે દૂર દૂરથી ભક્તો આવીને માતાજીનાં ચરણોમાં શીશ નમાવવા આવતા હોય છે.. ચામડીના રોગો, આંખોના રોગો અને ઓસી અછબડા જેવો રોગોમાં લોકો માતાજીને ટેક રાખતા હોય છે અને તેમની મનોકામના પૂર્ણ થતાં ભક્તો કૂંપટ સ્થિત શીતળા માતાના મંદિર પર પહોંચીને પોતાની બાધા આખડી પૂરી કરતાં હોય છે..

શીતળા સાતમ પર કૂંપટ ગામમાં આવેલા શીતળા માતાના મંદિર ખાતે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડતાં હોય છે.. ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે.. પરંતુ મેળા દરમ્યાન કોઈ અરાજકતા ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્તની સાથે સાથે સ્થાનિક યુવક મંડળના સ્વયંસેવકો પણ ખડેપગે વ્યવસ્થામાં જોડાય છે.

Download Our B K News Today App



Related News