ખેલમહાકુંભની રસ્સાખેંચ સ્પર્ધામા ૬૦ વર્ષથી ઉપરની સ્પર્ધામા લાખણીના ૫ ટીમ ને માત આપીને ફાઇનલ માં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-20 10:52:21
  • Views : 236
  • Modified Date : 2022-05-20 10:52:21


ખેલમહાકુંભની રસ્સાખેંચ સ્પર્ધામા ૬૦ વર્ષથી ઉપરની સ્પર્ધામા લાખણીના સ્પર્ધકોએ ઝોનકક્ષાની સ્પર્ધા માં ૫ ટીમ ને માત આપીને ફાઇનલ માં પહોંચ્યા હતા અને ફાઇનલ માં બીજો નંબર પ્રાપ્ત કરેલ છે..

  ગુજરાત સરકાર દ્વારા યોજાતા ખેલમહકુંભમા અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓમા સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે,જ્યારે ૬૦ વર્ષથી ઉપરની રસ્સાખેંચ સ્પર્ધામાં લાખણી ના વડીલોની ટીમ જય રાજેશ્વર ટીમ મેનેજર ભરતભાઈ.એચ. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ભાગ લઈ સમગ્ર વિજય પ્રાપ્ત કર્યો છે..અને હવે ૨૧ તારીખ ના રોજ ભાવનગર ખાતે રાજ્યક્ક્ષાએ રમવા જશે.આમ જે યુવાનો ના કરી શકે એ દાદાઓએ કરી બતાવ્યું છે

    આમ લાખણીના મોટી ઉમરના દાદાઓના વિજયને સમગ્ર બનાસકાંઠા ને જીલ્લાએ બિરાદાવ્યો હતો.જ્યારે યુવાનોએ પ્રાઉડ ઓફ યુ દાદા જેવા શબ્દોથી ચાલુ રમતે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્ટેમ્બર ૨૦૧૯ મા પણ વડીલોએ ઝોન કક્ષાએં ભાગ લીધો હતો.

 

 

                     

Download Our B K News Today App



Related News