ખજોદ વિસ્તારમાં સિટી બસ ફરી કાળમુખી બની, એક જ પરિવારના ત્રણ લોકોને લીધા અડફેટે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-21 14:25:14
  • Views : 69
  • Modified Date : 2024-01-21 14:25:14

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. સુરતના ખજોદ વિસ્તારમાં સિટી બસ ફરી કાળમુખી બની છે. સિટી બસે એક જ પરિવારના ત્રણ લોકોને અડફેટે લીધા છે. જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું છે.અકસ્માત સર્જીને બસચાલક બસ મૂકીને ફરાર થઈ ગયો છે. જેના વિરુદ્ધ સચિન GIDC પોલીસે ગુનો દાખલ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ઉલ્લેખનીય છે કે માત્ર એક જ મહિનામાં અકસ્માતની આ 5મી ઘટના છે. ગઇકાલે સુરતના ભેસ્તાન વિસ્તારમાં BRTS બસની અડફેટે આવતા યુવકનું મોત નિપજ્યું હતું.

Download Our B K News Today App



Related News