અમીરગઢના કેદારનાથમાં મિત્રો સાથે ફરવા ગયેલા યુવકનું અકસ્માતે ડેમમાં પડી જતા મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-01 11:45:14
  • Views : 2454
  • Modified Date : 2022-08-01 11:45:14

 

ડેમ નજીક જતા પગ લપસી જતાં ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો

અમીરગઢ તાલુકાના કેદારનાથ નજીક આવેલા ડેમમાં એક યુવકનો પગ લપસી પાણીમાં ગરકાવ થતા મોત થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ડેમની નજીક જતા યુવકનો પગ લપસતાં યુવક ડેમના પાણીમાં ગરકાવ થતા તેમાં સાથી મિત્રોએ બૂમાબૂમ કરતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને યુવકને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી સ્થાનિક તરવૈયાની મદદથી યુવકના મૃતદેહને બહાર કરવામાં આવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના ઇકબાલગઢ નજીક આવેલ જેસોર્ અભયારણ્ય કેદારનાથ મહાદેવ મંદિર નીચે આવેલ લઘુ સિંચાઇ ડેમમાં પાલનપુરનો કલ્પેશપુરી રમેશપુરી ગૌસ્વામી ઉંમર 22 રહે. વાસડા ફતેપુર તા પાલનપુરનો યુવક અમીરગઢના કેદારનાથ જેસોર હિલ સ્ટેશન ખાતે પોતાના ચાર મિત્રો સાથે રમણીય વાતાવરણમાં પિકનિક માટે આવ્યા હતા. જેસોર લઘુ સિંચાઈના ડેમમાં પગ લપસતા ઊંડા પાણીમાં ગરકાવ થયો હતો. ઘટનાની જાણ થતાં લોકોના ટોળાં ઉમટી પડયા હતાં અને અમીરગઢ પોલીસને જાણ કરતા તે ત્યાં પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાની મદદથી મૃતકને બહાર કાઢવામાં આવ્યો હતો. અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

Download Our B K News Today App



Related News