બનાસકાંઠાના કાતરવા ગામ માં આજે અનાજ માફિયાઓ સસ્તા અનાજની દુકાનનો જથ્થો બારોબાર વેચી મારતા હોવાની ઘટના સામે આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-21 12:39:35
  • Views : 406
  • Modified Date : 2021-07-21 12:39:35

     લાખણી તાલુકાના કાતરવા ગામે શ્રીમતી એસ એસ ચાવડા નામની મહિલા સસ્તા અનાજની દુકાન નું લાયસન્સ ધરાવે છે અને આ ગામ અંદાજીત 1500 ની વસ્તી ધરાવતું આ ગામ છે જોકે આ સસ્તા અનાજની દુકાનના સંચાલકો સરકાર દ્વારા ફાળવવામાં આવતું ગરીબ અને મધ્યમ વર્ગ માટે નું રાશન નો જથ્થો બારોબાર વેચી મારતા હોવાની ફરિયાદ થઈ છે. ગ્રામજનો ના જણાવ્યા અનુસાર આ સસ્તા અનાજની દુકાન ની સંચાલક મહિલા ક્યારેય દુકાને આવી નથી તેની જગ્યાએ કેટલાક વચેટીયાઓ આ દુકાન સંભાળે છે અને ગ્રામજનો ને ફાળવવામાં આવતું અનાજ ગરીબો સુધી પહોંચવાને બદલે બારોબાર વેચી દઇ કૌભાંડ આચરી આ છે દર મહિને ગ્રાહકો ના મોબાઈલ પર અનાજનો જથ્થો ઉપડી ગયો હોવાના મેસેજ તો આવે છે પરંતુ તેમને કોઈ જ અનાજનો જથ્થો મળતો નથી અને ખોટા ફિંગર પ્રિન્ટ ને આધારે આ દુકાનના સંચાલકો અનાજનો જથ્થો બારોબાર વેચી મારતા હોય છે જે મામલે સ્થાનિક મહિલા સરપંચ ના પુત્ર રજુઆત કરતા વચેટીયા લાલા સોની નામના શખ્સે તેઓને ધમકી આપી હતી. જે મામલે સરપંચના પુત્ર રબારી

     ઉલ્લેખનીય છે કે આ લાલા સોની નામનો શખ્સ બે વર્ષ અગાઉ પણ સસ્તા અનાજની દુકાન ના જથ્થા ની બોરીઓ એક ગોડાઉન માં પલટી મારી બારોબાર વેચી મારતો ઝડપાયો હતો, અને હમણાં પણ ગુજરાત વ્યાપી ઝડપાયેલા અનાજ કૌભાંડમાં બનાસકાંઠા જિલ્લાની 21 દુકાનના સંચાલકો સામે ફરિયાદ થઇ છે તેમ છતાં પણ કેટલાક અનાજ માફિયાઓ સુધરવાનું નામ જ લેતા નથી ત્યારે આવા તત્વો સામે જિલ્લા પુરવઠા અધિકારી કડક કાર્યવાહી કરે અને સરકાર દ્વારા ફાળવવામાં આવતો અનાજ ગરીબોના મોં સુધી પહોંચે તેવી ગ્રામજનોની માંગ છે.

Download Our B K News Today App



Related News