કાનપુરમાં ગેંગરેપ પીડિતાના પિતાને પોલીસની જીપમાંથી ઉતરતાવેંત જ ટ્રકે અડફેટે લીધા, દુષ્કર્મ આચરનાર થાણેદારના પૂત્રની ધરપકડ કરાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 15:20:33
  • Views : 283
  • Modified Date : 2021-03-10 15:20:33

    ઉત્તર પ્રદેશમાં કાનપુરના એક ગામમાં ગેંગરેપનો શિકાર થયેલી યુવતીના પિતાને ટ્રકે અડફેટે લીધા છે. પીડિતાના પિતાને ટ્રકે તેની અને પોલીસની આંખોના સામે કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં તેના પિતાને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ઘાટમપુર CHC ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં ડોકટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધા છે. ત્યાર પછી પીડિતા અને તેના પિતાના મૃતદેહને લઈને પોલીસ જિલ્લા મુખ્યાલયે પહોંચી ગઈ હતી. બીજી તરફ, કિશોરીના ગામના લોકોએ આ ઘટનાને પગલે અનુપુર ટર્ન પર કાનપુર-સાગર હાઈવે પર ચક્કાજામ કરી દીધો છે. પોલીસે ગેંગરેપના મુખ્ય આરોપી થાણેદારના પુત્રની ધરપકડ કરી છે.

    ઉત્તર પ્રદેશના સજેતી વિત્સારમાં રહેતી કિશોરી પર થાણેદારના છોકરાએ તેના મિત્ર ગોલૂ યાદવ સાથે મળીને સોમવારે રાત્રે દુષ્કર્મ આચર્યું હતું. યુવતીએ આ ઘટનાની જાણ તેના ઘરવાળાઓને કરી હતી. જેથી મંગળવારના રોજ તેઓ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા જઈ રહ્યા હતા, તે દરમિયાન થાણેદારના મોટા પૂત્રએ તેમને ઘેરી લીધા અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ પ્રકારની ધાક-ધમકીઓ મળવા છતા પણ પીડિતા જેમ-તેમ કરીને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા પહોંચી ગઈ હતી. પોલીસે પણ આ ઘટનાને ગોળ-ગોળ ફેરવીને યુવતી સાથે પુછપરછ કરી અને ત્યાર પછી સાંજના 6 વાગે તેની ફરિયાદના આધારે કેસ દાખલ કર્યો હતો.

    પાલીસ દુષ્કર્મ પીડિતાનો મેડિકલ ચેક-અપ કરવવા માટે રાતે 12 વાગે તેને લઈને કાશીરામ સંયુક્ત જિલ્લા ચિકિત્સાલયે પહોંચી હતી. આ મેડિકલ ચેકઅપ કરવવા માટે પીડિતાના પિતા પણ તેની સાથે ગયા હતા. ત્યાં મોડીરાતે 2 વાગે ફરિયાદના આધારે કિશોરીનો મેડિકલ ચેકઅપ કરાયો અને ત્યારપછી હોસ્પિટલથી પોલીસ કિશોરી અને તેના પિતાને લઈને સજેતીના પોલીસ સ્ટેશને પહોંચી હતી..

    ગામવાળાઓએ આરોપ લગાવ્યા હતા કે, બુધવારે વહેલી સવારમાં સી.ઓ. અને ઇન્સ્પેક્ટર ઘાટમપુરના સજેતી સ્ટેશને પહોંચી ગયા હતા. તેમણે બન્નેને પોતાની ગાડીમાં બેસાડી દીધા અને ઘાટમપુર તરફ રવાના થઈ ગયા હતા. પોલીસ તેમને લઈને કોટવાલી જવાની હતી, પરંતું તેના બદલે તેઓ આ બન્નેને ઘાટમપુર CHC લઈ ગયા હતા. જેના ચોક્કસ કારણો હજુ સુધી સામે આવ્યા નથી. આ પ્રકારના પોલીસના વલણો પર સ્થાનિકોએ પણ ઘણા સવાલો ઉઠાવ્યા હતા. કારણ કે પોલીસે જ્યારે મુગલ રોડ પર આવેલા આરોગ્ય કેન્દ્રની સામે પોતાની જીપને ઊભી રાખી હતી, તેના ગણતરીના સમયમાંજ પુરઝડપે આવતી એક ગાડીએ પીડિતાના પિતાને અડફેટે લઈને કચડી નાખ્યા હતા, જેના કારણે તેમનું મોત નિપજ્યું હતું.

    થાણેદારના મોટા પૂત્રએ ગેંગરેપનો શિકાર બનેલી કિશોરીના પિતાના મૃત્યુંની ખબર સાંભળતા જ તેના ગામના લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે હાઈવે પર આવી પહોંચ્યા હતા. ગામના લોકોએ કાનપુર-સાગર હાઈવે નજીક આવેલા આનૂપુર ચોકડી પાસે ચક્કાજામ લગાવી દીધો હતો. ગામના લોકોએ તો CO અને SO ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા. લોકોએ જણાવ્યું કે, તેઓ મળીને પીડિતાના પિતાને વારંવાર ધમકાવતા હતા અને ટ્રકની સામે પણ આમણે જ મળીને ધક્કો મારી દીધો હશે તે વાતની આશંકા પણ જતાવી હતી.

    બુધવારે આ દુષ્કર્મ કેસ પર ગામના SP બ્રજેશ શ્રીવાસ્તવે જણાવ્યું કે, દુષ્કર્મ આચરનાર થાણેદારના પૂત્રની પોલીસે ધરપકડ કરી લીધી છે. જ્યારે ગેંગરેપમાં સંકળાયેલો બીજો આરોપી હાલ ફરાર છે, પરંતુ પોલીસે તેને પકડવા માટે પણ તજવીજ હાથ ધરી દીધી છે અને ટૂંક સમયમાં તેને પણ પકડી પાડવામાં આવશે તેની ખાતરી આપી હતી.


Download Our B K News Today App



Related News