કાંકરેજ તાલુકામાં વાવાઝોડા સાથે વરસાદ ખાબકતાં ઘર અને સેડના પતરાં ઉડી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-15 12:52:36
  • Views : 409
  • Modified Date : 2021-07-15 12:52:36

     કાંકરેજ તાલુકાના આકોલી ગામે વાઘેલા સનુભા દલપતસિંહનું કોરોના કટોકટીમાં મોત થયું હતું ત્યારે નાના બાળકો અને ઘર પરીવાર પર કુદરત પણ રૂઠી હોય એવું લાગે છે. ગત મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલ્ટો આવતાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું. જેમાં ગરીબ માણસના ઘરનાં પતરા ઉડી જાય એટલે ઘર પરીવાર જાયે તો કહા જાયે એવી સ્થિતિ ઊભી થઈ હતી. ત્યારે ગામના પૂર્વ સરપંચ  વીજુભા વાઘેલાએ તાત્કાલિક ધોરણે સનુભા વાઘેલાના ઘર પરીવારને અન્ય મકાનમાં ખસેડીને માનવતાની મહેક પ્રસરાવી હતી.કાંકરેજ તાલુકામાં રવિયાણા, ઝાલમોર, નાગોટ, કંબોઈ, ઉબરી, શિહોરી સહીત અન્ય ગામોમાં ભારે પવનના સુસવાટા સાથે વરસાદ ખાબકતાં ઘર અને સેડના પતરાં ઉડી ગયા હતા. હવે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરીને યોગ્ય રીતે વળતર ચૂકવવામાં આવે તેવી લોક લાગણી સાથે માગણી ઉઠવા પામી છે. જાેકે પ્રી મોન્સુન પ્લાન પ્રમાણે દરેક સ્થળે માહિતી એકત્રિત કરીને ગ્રામ પંચાયત દ્વારા મોકલવાની વ્યવસ્થા કરવાની હોય છે. પરંતુ આજ સુધી કોઈ પણ પ્રકારની સહાય યોજના અંતર્ગત કાંકરેજ તાલુકાની ગ્રામ પંચાયતો દ્વારા આવી કુદરતી આફતો વખતે નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જિલ્લા કલેકટર આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરીને ખેડૂતો, પશુપાલકો અને ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને થયેલ વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદ ખાબકતાં ઘર અને સેડ ના પતરાં ઉડી ગયા છે એમને વળતર ચૂકવવામાં આવે તેવી લોક લાગણી પ્રસરી જવા પામી છે.

Download Our B K News Today App



Related News