જુનાગઢમાં કોંગ્રેસના પાયા હચમચી ગયા : મનપામાં ભાજપની 8 સીટ બીનહરીફ : મોટા ખેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-04 17:25:46
  • Views : 63
  • Modified Date : 2025-02-04 17:25:46

જુનાગઢ મહાનગર પાલિકા અન્ય છ નગરપાલિકાઓ તેમજ બે તાલુકા પંચાયતોની એક એક સીટની ચુંટણી યોજાનાર હોય જેમાં ગઈકાલે ફોર્મ ચકાસણીના દિવસે જ કોંગ્રેસમાં ભુકંપ સર્જાયો છે. 1 ઉમેદવારોએ પોતાને ચૂંટણી નથી લડવી તેમ કહી ખસી જતા ચુંટણી પહેલા જ ભાજપને 60માંથી આઠ સીટ બીનહરીફ થઈ જવા પામી છે..

વોર્ડ નં.3ના કોંગી ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા બાદ વોર્ડ નં.14માં કોંગીના નતુ કાના રાડાનું ફોર્મ ટેકનીકલના કારણે રદ થયું હતું. જેના પગલે બાકીના ત્રણ ઉમેદવારોએ પણ પાછી મુકી ફોર્મ પરત ખેંચી લીધા હતા. અમારી મુખ્ય વ્યકિત નથુ રાડા હતા તેનું ફોર્મ રદ થતા અમે એકલા લડવા સક્ષમ નથી તેમ જણાવેલ.

જયારે વોર્ડ નં.12ના કોંગી ઉમેદવાર દિલીપભાઈ ગલએ કારણમાં જણાવ્યું હતું કે મારી સામે ભાજપના અમારા સમાજના પુંજાભાઈ મુળુભાઈ સીસોદીયા લડતા હોય સમાજે ચીઠ્ઠી નાખવાનું નકકી કરતા જેનું નામ નીકળે તે લડશે.

જેમાં પુંજાભાઈની ચીઠી નીકળતા મેં મારી ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. અગાઉથી જ ડીઝાઈન નકકી થઈ હોય તેમ કોંગીના ઉમેદવાર દિલીપ ગલે ભાજપના સમર્થનમાં ફેર્મ પરત ખેંચવાનું નકકી કરી લીધુ હતું. દિલીપભાઈના ફોર્મમાં દરખાસ્ત કરનાર તેના સબંધીએ સહી મારી ન હોવાનું કહી વાંધો લીધો હતો. પરંતુ ચૂંટણી તંત્રએ તે વાત માન્ય રાખી ન હતી. ફોર્મ માન્ય રહ્યું હતું. બાદ બાજી ખુલ્લી થઈ જતા સામે આવીને ફોર્મ પરત ખેંચી લીધું હતું.

વોર્ડ નં.14માં કોંગી ઉમેદવાર પ્રવિણાબેન પાણખાણીયા, આરતીબેન જોષી, ગીરીશ જેઠવાણી, અને નથુભાઈ રાડાએ ભાજપને સમર્થન જાહેર કરી દીધું હતું. વોર્ડ નં.ત્રણમાં પણ ઉમેદવારો બીનહરીફ થવા પામ્યા હતા.

કોંગીના ઉમેદવાર હસીનાબેન પઠાણ, મનાજબેન બ્લોચ, યોગેશભાઈ પરમાર અને અમીનભાઈ પીરાણીએ ભાજપના સમર્થનમાં ફોર્મ પરત ખેંચી લીધા હતા.
 
આમ કુલ 9 ઉમેદવારોએ ભાજપના સમર્થનમાં ફોર્મ પરત ખેંચી લીધા હતા. આજે ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે બપોર બાદ ખેવા ખેલ પડે છે તે જોવાનું રહ્યું.

Download Our B K News Today App



Related News