જૂનાગઢમાં બાટવાના પાજોદ ગામ પાસે મોડી રાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-14 11:53:01
  • Views : 76
  • Modified Date : 2024-03-14 11:53:01

જૂનાગઢમાં ફરી એકવાર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. બેફામ કારચાલકે એક બાઇકને અડફેટે લીધી હતી.આ ઘટનામાં બાઇક પર સવાર ત્રણ યુવકોના મોત થયા છે. મૃતક ત્રણેય યુવકો મિત્ર હોવાનું સામે આવ્યુ છે.જૂનાગઢમાં બાટવાના પાજોદ ગામ પાસે મોડી રાતે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.એક ઇકો ચાલકે બાઇક ચાલકને અડફેટે લીધો હતો.આ ઘટના સમયે એક જ બાઇક પર ત્રણ મિત્રો સવાર હતા.કાર તેજ ગતિથી આવી હતી અને બાઇકને ટક્કર લગાવી હતી. આ ઘટનામાં ત્રણેય યુવક મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ત્રણેય યુવકોને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં સારવાર દરમિયાન ત્રણેય યુવકોના મોત થયા છે. બીજી તરફ ઘટનાની જાણ થતા જૂનાગઢ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી. પોલીસે ઇકો કાર ચાલકે કેવી રીતે અકસ્માત સર્જ્યો અને ખરેખર કોની ક્ષતિ હતી તે દિશામાં તપાસ શરુ કરી છે. પોલીસે અજાણ્યા કારચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે. પોલીસને પ્રાથમિક રીતે આ હિટ એન્ડ રનની ઘટના હોવાનું લાગી રહ્યુ છે.આ ઘટનામાં ત્રણ યુવાનોના એક સાથે મૃત્યુ થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. પરિવારજનોએ ઇકો વાન ચાલકને કડકમાં કડક સજા કરવાની માગ કરી છે.

Download Our B K News Today App



Related News