ડીસા તાલુકાના જાવલ ગ્રામજનો દ્વારા નાયબ કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારીને સરપંચ અને તલાટીની મનમાની સામે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-20 12:55:57
  • Views : 332
  • Modified Date : 2021-05-20 12:55:57

     ડીસા તાલુકાના જાવલ ગામે છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો અને સરપંચે મતભેદ જોવા મળી રહ્યા છે જાવલ ગામમાં છેલ્લા એક મહિનાથી પીવાનું પાણી ના મળતા ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યા છે ત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પણ ગ્રામજનોને પીવાનું પાણી વેચાણ થી લાવુ પડતું હોય   જાવલ ગામ જનો દ્વારા પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે ત્યારે જાવલ ગામ માં સરપંચ અને તલાટી કમ મંત્રી પોતાની મનમાની સામે આજે જાવલ ગામ પંચાયત ના  ચૂંટાયેલા સદસ્યો અને ગ્રામજનો દ્વારા નાયબ કલેક્ટર અને નાયબ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી જેમાં જાવલ ગામ માં રોડ રસ્તા પીવાનું પાણી ગંદકી જેવી પ્રાથમિક સુવિધાઓ નો અભાવ જોવા મળી રહ્યો છે તેમજ  ગામમાં તલાટી કમ મંત્રી ની ગેરહાજરી તેમજ ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવેલું પાણીનું ટેન્કર પોતાના અંગત કામગીરીમાં ઉપયોગ કરતા હોય સરપંચની મનમાની સામે રજૂઆત કરવામાં આવી હતી જ્યારે ચૂંટાયેલા સદસ્યો દ્વારા જણાવ્યું હતું કે અમારે ગામ પંચાયતમાં અમે જે વોર્ડમાં ચૂંટાયા છે તે વોર્ડમાં સરપંચ દ્વારા વિકાસના કામો કરવામાં આવતા નથી  સરકાર દ્વારા નિમાયેલ તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતમા હાજર રહેતા ના હોય ગામ પંચાયતની એક પણ મિટિંગમાં ચૂંટાયેલા સદસ્યો અને હાજર રહેવા જણાવાયું નથી અને બારોબાર ઠરોવો કરવામાં આવી છે.

     ત્યારે સરકારના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા જાવલ ગામમાં જાહેર શૌચાલયમાં ગ્રામ પંચાયત દ્વારા જ મહીનાથી  તાળા મારી દેવામાં આવેલ છે જેથી લોકો ના છુટકે  જાહેરમાં શૌચ કરવા મજબુર બની રહ્યા છે ત્યારે ચુંટાયેલા સદસ્યો દ્વારા સરપંચ ઉપર ગંભીર આક્ષેપો લગાવીને આજે નાયબ કલેકટર અને નાયબ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી અને માંગ કરવામાં આવી હતી કે જાવલ ગામમાં તાત્કાલિક અસરથી પીવાના પાણીનો નવો બોર બનાવીને પાણીની સમસ્યા દૂર કરવામાં આવી તેમજ સરપંચ અને તલાટી કમ મંત્રી સમયસર ગામ પંચાયત માં હાજર રહી ગામજનો ને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં તેવી ચુંટાયેલા સદસ્યો અને ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News