જસદણમાં ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષના સન્માનમાં હજારો કાર્યકરોની પડાપડી, જયેશ રાદડિયા સહિત 75 ટકા માસ્ક વિના જોવા મળ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-24 14:32:47
  • Views : 274
  • Modified Date : 2021-01-24 14:32:47

    સરદાર જળ સંચય સહભાગી યોજનાના ભૂતપૂર્વ ચેરમેન ડો.ભરત બોઘરાની તાજેતરમાં જ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ પદે વરણી કરાતા જસદણના આટકોટ રોડ પર આવેલ ભૂમિ જીનિંગ ખાતે તેઓનો અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જસદણ-વિંંછીયા પંથકના સરપંચો સહિતના આગેવાનો સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉપસ્થિત શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા અને જસદણના રાજવી સત્યજીતકુમાર ખાચર સહિતના મહાનુભાવોનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં હજારો કાર્યકરોએ પડાપડી કરી હતી. જેમાં જયેશ રાદડિયા સહિત 75 ટકા લોકો માસ્ક વગર જોવા મળ્યાં હતા.


​​​​​​​    ડો. બોઘરાને સન્માનિત કરતી વેળાએ કાર્યકરોએ શુભેચ્છા પાઠવવા પડાપડી કરતા સોશિયલ ડિસ્ટન્સના જાહેરમાં ધજાગરા ઉડ્યા હતા અને અન્ય આયોજકોને આજીજી કરવાની પણ ફરજ પડી હતી. આ તકે કાર્યકરોની ઉતાવળ જોઇને અમુક સમય સુધી સન્માનવિધિ પણ સ્થગિત કરવાની નોબત આવી પડી હતી. આ કાર્યક્રમમાં હજારોની મેદની ઉમટી પડી હતી અને 75 ટકા લોકો માસ્ક વિહોણા પણ નજરે ચડ્યા હતા. જ્યારે સ્ટેજ પર બેઠેલા મહાનુભાવો પણ માસ્ક સાથે રમત કરતા હોય તેમ ઉપર નીચે કરતા નજરે પડ્યા હતા.

    આ અભિવાદન કાર્યક્રમ દરમિયાન રામજન્મભૂમિ માટે ચાલતી નિધિ કાર્યક્રમ અંતર્ગત નવનિયુક્ત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા દ્વારા રૂ.3 લાખનો ચેક, એમ.એમ.યાર્ન તરફથી રૂ.1.50 લાખનો ચેક અને ધ્રુવ જીનીંગ તરફથી રૂ.1.50 નો ચેક યોગદાન પેટે અર્પણ કરવામાં આવ્યો હતો.


Download Our B K News Today App



Related News