જામનગરમાં ઇંગ્લિશ દારૂ સાથે નીકળેલો શખ્સ એલસીબીના હાથે ઝડપાયો : સપ્લાયરનું નામ ખુલ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-19 16:10:20
  • Views : 55
  • Modified Date : 2025-05-19 16:10:20

જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે સ્મશાન વિસ્તારમાં નદીકાંઠા પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થઈ રહેલા દિવ્યરાજસિંહ જીતુભા પરમાર નામના એક શખ્સને ઝડપી લીધો હતો, અને તેની તલાસી લેતાં તેના કબજામાંથી 159 નંગ નાની ઇંગ્લિશ દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

 આથી પોલીસે ઇંગ્લિશ દારૂ અને મોબાઈલ ફોન સહિત 23,000 ની માલમતા કબજે કરી લીધી છે, અને દારૂના ધંધાથી દિવ્યરાજ સિંહ પરમારની અટકાયત કરી છે.

 જેની પૂછપરછ દરમિયાન ઉપરોક્ત દારૂનો જથ્થો પવનચક્કી વિસ્તારમાં રહેતા ઉમંગ ફલીયા નામના શખ્સ દ્વારા સપ્લાય કરાયો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News