જામકંડોરણામાં ઉતાવળી નદીમાં આવ્યુ ઘોડાપૂર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-08 15:49:33
  • Views : 120
  • Modified Date : 2023-07-08 15:49:33

 રાજકોટ જિલ્લામાં મેઘરાજાએ જમાવટ કરી છે. રાજકોટમાં હવામાન વિભાગની આગાહી અનુસાર મેઘ મહેર ઉતરી રહી છે. અવિરત મેઘકૃપાના પગલે જામકંડોરણામાં ઉતાવળી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેના રાયડી ગામ પાસેથી પસાર થતી ઉતાવળી નદીમાં પાણીની ભારે આવક થઇ રહી છે. નદીમાં પૂર આવતા રાયડીથી ખજુડા, રોઘલ જવા માટેનો કોઝવે ડૂબ્યો છે. જામકંડોરણાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતા નદીમાં ઘોડાપૂર આવ્યુ છે.સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે.

Download Our B K News Today App



Related News