રાજકોટમાં કોરોનાનું કાળચક્ર ફરતાં દર બે કલાકે 1નું મોત, 24 કલાકમાં 11 દર્દીનાં મોત નીપજ્યાં.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-01 11:28:52
  • Views : 268
  • Modified Date : 2021-04-01 11:28:52

    રાજકોટમાં કોરોનાનું કાળચક્ર ફરી વળતાં દર બે કલાકે 1 દર્દીનું મોત નીપજી રહ્યું છે. 24 કલાકમાં 11 દર્દીનાં મોત નીપજતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. જોકે મોત અંગે આખરી રિપોર્ટ ડેથ ઓડિટ કમિટી દ્વારા જાહેર કરવામાં આવશે. ગઇકાલે 9 દર્દીનાં મોત નીપજ્યાં હતાં. જોકે 9 પૈકી એક પણ દર્દીનું કોરોનાથી મોત ન થયું હોવાનો ડેથ ઓડિટ કમિટીના રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું હતું.રાજકોટ શહેરમાં બુધવારના રોજ સરકારી અને ખાનગી હોસ્પિટલો ખાતે કોરોના સામેની રસીકરણમાં સાંજ સુધીમાં પ્રથમ તબક્કોનો બીજો ડોઝ તેમજ 60 વર્ષથી મોટી ઉંમરના અને 45થી 59 વર્ષના કોમોર્બિડ ધરાવતા લોકો સહિત કુલ 11215 નાગરિકોએ રસી લીધી હતી.

*રાજકોટ શહેર પોલીસ દ્વારા અનલોક-10 દરમિયાન કરેલી કામગીરી
- જાહરેનામા ભંગના કુલ 1186 કેસ કરવામાં આવ્યા
- સોશિયલ ડિસ્ટન્સ ભંગના 104 કેસ કરવામાં આવ્યા
- 976 વાહન ડિટેઇન કરવામાં આવ્યાં
- જાહરેમા માસ્ક નહીં પહેરવા બાબતે 871 વ્યક્તિ પાસેથી 8,71,000 દંડ વસૂલવામાં આવ્યો
- જાહરેમા થૂંકવા બાબતે 354 વ્યક્તિ પાસેથી 1,76,500 દંડ વસૂલવામાં આવ્યો.

    રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 19093 પર પહોંચી છે તેમજ શહેરની અલગ અલગ હોસ્પિટલમાં 956 પર પહોંચી છે. બુધવારે 129 દર્દી કોરોનામુક્ત થતાં ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો.



Download Our B K News Today App



Related News