ઈકબાલગઢમાં હિન્દૂ પરિવારે માતા-પિતાની ગંગાથાળી પ્રસંગમાં મુસ્લિમ ભાઈઓને રોજા ખોલાવી કોમી એકતાનાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-27 12:12:58
  • Views : 376
  • Modified Date : 2022-04-27 12:12:58

ઈકબાલગઢમાં હિન્દૂ પરિવારે માતા-પિતાની ગંગાથાળી પ્રસંગમાં મુસ્લિમ ભાઈઓને રોજા ખોલાવી કોમી એકતાનાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

અમીરગઢ તાલુકાના ઈકબાલગઢ ગામ માં ઝાલા પરિવારે માતા પિતા ની ગંગા થાળી ના પ્રસંગ માં રોજા ખોલવા માટે મુસ્લિમ ભાઈયો ને પવિત્ર રમજાન માસ માં  આમત્રણ આપેલ જે આમન્ત્રણ ને માન આપી બહોળી સંખ્યા માં હાજર રહી રોજા ખોલતા કોમી એકતા નું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં એક હિન્દૂ પરિવાર માં હરિભાઈ ઝાલા અને કિરણભાઈ ઝાલા એ પોતાના માતા પિતા વિહાભાઈ કાળુભાઇ ઝાલા અને લક્ષ્મીબેન વિહાજી ઝાલાની ગંગાથાળી નું આયોજન કર્યું હતું. જેમાં હિન્દુ-મુસ્લિમ ધર્મ ના બધા લોકો ને આમંત્રણ પાઠવ્યું હતું.જેમાં બપોરે તેમને જમવાનું આયોજન કરેલ હતું. પણ હાલ મુસ્લિમોનો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે. રમજાન મહિનામાં મુસ્લિમો રોજુ રાખી પાંચ ટાઈમ ની નમાઝ પઢી ને અલ્લાહ ની બંદગી કરતા હોય છે.માટે મુસ્લિમો બપોરે હાજર રહી શક્યા ના હતા મુસ્લિમ ભાઈ ઓ માટે ઝાલા પરિવારે અને તેમના સાથીઓએ  સાંજ ના સમયે પોતાના ઘરે રોજુ ખોલવાની વ્યવસ્થા કરી હતી. મુસ્લિમો એ પણ ઝાલા પરિવાર ના આમંત્રણ ને માન આપી બહોળી સંખ્યા માં  મુસ્લિમ ભાઈઓ ઝાલા પરિવાર ના ઘરે પહોંચી રોજા ખોલ્યા હતા. જેમાં આજે કોમી એકતા ના દ્રશ્યો જોવા મળ્યા હતા. કોમી એકતા નું  ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા ઝાલા પરિવાર ને સમગ્ર મુસ્લિમ ભાઈઓએ ધન્યવાદ પાઢવ્યા હતા.

Download Our B K News Today App



Related News