કોરોના વાઈરસના કહેરને પગલે રાજ્યમાં 34 પોઝિટીવ કેસ સામે આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-24 17:57:29
  • Views : 406
  • Modified Date : 2020-03-24 18:10:56

કોરોના વાઈરસના કહેરને પગલે રાજ્યમાં 34 પોઝિટીવ કેસ સામે આવ્યા છે. તેવામાં રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આજથી લોકડાઉન જાહેર કરાયું હોવાનું પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરી હતી. તેમણે લોકડાઉનમાં યુવાનોને  ઘરમાં રહેવા સલાહ આપી હતી અને લોકડાઉનનો અમલ કરવા કહ્યું હતું. રાજ્યમાં 80 ટકા લોકડાઉન કરાયું હોવાનું તેમણે જણાવ્યું હતું.
લોકોના સહકાર મળ્યો
ડીજીપી શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, આજથી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેનો અમલ થઈ રહ્યો છે. સમગ્ર રાજ્યમાં લોકડાઉનમાં લોકોનો સારો સહકાર મળ્યો છે. આગળ મળતો રહે તે અપીલ છે. જેથી લોકડાઉનને વધુ અસરકારક બનાવી શકાય. તમામ કમિશનર, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા સાથે રાતે વીડિયો કોન્ફરન્સથી સૂચના અપાઈ હતી. આજે સવારે પણ ચર્ચા કરવામાં આવી હતી. આખા રાજ્યમાં અમલીકરણ થઈ રહ્યું છે.
જીવન જરૂરી ચીજવસ્તુઓ લેવા બધા ન જાવ
ઝાએ વધુમાં ઉમેર્યું હતું કે, લોકડાઉન વ્યવસ્થામાં નાગરિકો પાસેથી અપેક્ષાઓ છે કે જ્યાં આવશ્યક સેવા ચાલુ છે ત્યાં ભીડ ન કરો. 1 મીટરનું અંતર રાખો. ચીજવસ્તુઓ લેતા ચોક્કસ અંતર રાખવું. બધા વસ્તુઓ લેવા ન નીકળો. આ બાબતે દરેક સોસાયટીઓએ ચર્ચા કરવી. યુવાનો ખાસ ઘરમાં રહો અને લોકડાઉનનો અમલ કરો. પોલીસને સૂચના છે કે જીવન જરૂરીયાત માટે વસ્તુઓ લેવા જાય તે જરૂરી છે માટે જાય છે. મીડિયા મિત્રો સાથ આપે છે તેઓને સહકાર આપે. મીડિયાના મિત્રો આઈકાર્ડ અને ગાડી હોય તો સહકાર આપવો જોઈએ. મીડિયા મિત્રો આ મહામારીમાં સહકાર આપી રહ્યા છે તો પોલીસ પણ સહકાર આપે. લોકડાઉનમાં અલગ કંટ્રોલ રૂમ ઊભો કરવામાં આવ્યો છે. લોકડાઉન માટેના પ્રશ્નો માટે 80 ટકા જેટલું લોકડાઉન થયું છે. જ્યાં નથી થયું ત્યાં કડક અમલ કર્યો છે.

Download Our B K News Today App



Related News