ગુજરાત : 46 દિવસ પછી નવા કેસ 4 હજારથી નીચે, એક્ટિવ કેસ 75 હજાર, રિકવરી રેટ 90% નજીક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-24 11:59:48
  • Views : 263
  • Modified Date : 2021-05-24 11:59:48

    ગુજરાતમાં રવિવારે 46 દિવસ પછી પહેલીવાર કોરોનાના કેસનો આંકડો ચાર હજારથી ઘટીને 3,794 કેસ સુધી પહોંચ્યો. આ પહેલા 7 એપ્રિલે 3,575 કોરોના દર્દી નોંધાયા હતા. આ ઉપરાંત રવિવારે કોરોનાના 53 દર્દીના મૃત્યુ થયા, જ્યારે 8,734 લોકો કોરોના સંક્રમણને હરાવીને સાજા થયા.

    રવિવારે સતત 19મા દિવસે નવા કેસ કરતાં સાજા થનારા દર્દીની સંખ્યા વધુ રહી. આમ, રાજ્યમાં કોરોનાને હરાવનારા કુલ દર્દીઓનો આંકડો પણ 7,03,760 સુધી પહોંચી ગયો. આ સાથે રિકવરી રેટ પણ સુધરીને 89.26% એટલે કે 90% નજીક થઈ ગયો. હાલ રાજ્યમાં 75,134 એક્ટિવ કેસ છે, જેમાંથી 652 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 74,482 દર્દીની સ્થિતિ સ્થિર છે. નોંધનીય છે કે, હાલ રાજ્યમાં અત્યાર સુધી કુલ 7,88,470 કોરોના દર્દી નોંધાયા છે, જ્યારે કુલ મૃત્યુ 9,576 થઈ ચૂક્યા છે.કોરોનાથી થતા મોત રોકવા માટે રસી જ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. તેની ઝલક કેરળમાં જોવા મળી છે. અહીં 60+ની 70% વસતીને રસી અપાઈ ચૂકી છે. એપ્રિલમાં ચૂંટણી પૂરી થતાં જ કેરળ સંક્રમણની ચપેટમાં આવી ગયું હતું. હાલ અહીં રોજ 100થી વધુના મૃત્યુ થઈ રહ્યા છે. પહેલા જીવ ગુમાવનારામાં 80% દર્દી 60 વર્ષથી વધુ ઉંમરના હતા. હવે આ ઉંમરના 60% દર્દી જીવ ગુમાવી રહ્યા છે. વૃદ્ધોના મૃત્યુમાં આ ઘટાડો ત્યારે છે, જ્યારે રાજ્યમાં રોજ થતા કુલ મૃત્યુની સંખ્યા સતત વધી રહી છે.

    ભારતમાં કોરોનાના મોતનો આંકડો રવિવારે 3,00,031 થઈ ગયો. દેશમાં કોરોના સંક્રમણથી પહેલું મોત 13 માર્ચ, 2020ના રોજ થયું હતું. 204 દિવસમાં 2 ઓક્ટોબર સુધી આ આંકડો 1 લાખ સુધી પહોંચ્યો હતો, જ્યારે 27 એપ્રિલ, 2021 સુધી 208 દિવસમાં તે 2 લાખને પાર થયો હતો. તેનાથી છેલ્લા 1 લાખ મોત ફક્ત 47 દિવસમાં થયા છે.


Download Our B K News Today App



Related News