ગુજરાતની પરિસ્થિતિ અંગેની બેઠકમાં અમિત શાહે અધિકારીઓનો ઉધડો લીધો,પણ CM-ના.મુખ્યમંત્રીની 'જોડી'ના વખાણ કર્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-25 14:55:53
  • Views : 410
  • Modified Date : 2021-04-25 14:55:53

    ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે મેડિકલ કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હતી, જેમાં હોસ્પિટલમાં બેડથી લઈને ઓક્સિજન અને દવાઓની અછત ઉભી થઇ હતી. આ સમયે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવ્યા હતા અને ગુજરાતની સ્થિતિ અંગે મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં અધિકારીઓને આડે હાથ લીધા હતા, પણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જોડી ના વખાણ કર્યા હતા.

    ગુજરાતમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે વધારે વિકટ થતી જઇ રહી છે. સરકાર તમામ તબક્કે નિષ્ફળ સાબિત થઇ રહી હોય તેવી ઉભી થયેલી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. તેમણે ઉચ્ચ અધિકારીઓ અને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સાથે હાઇલેવલ બેઠક બોલાવી હતી. આ બેઠકમા દર્દીઓને પડતી હાલાકીથી અમિત શાહ ખુબ નારાજગી વ્યકત કરી છે.આ બેઠકમાં તેમણે ઉચ્ચ અધિકારીઓની ઝાટકણી કાઢી હોવાનું પણ જાણવા મળ્યું છે.

    રાજ્યમાં વધતા જતા કોરોનાના કેસોની સાથે સર્જાયેલી ગંભીર પરિસ્થિતિના મામલે એક કલાકથી પણ વધારે લાંબી ચાલેલી બેઠકમાં તેમણે અધિકારીઓની ઝાટકણી કાઢતા કહ્યું કે, હોસ્પિટલમાં દર્દીઓની લાઇનો લાગી રહી છે. તેમના સુધી દવા અને સારવાર કયા કારણથી નથી પહોંચી રહી. દાખલ થવા માટે લોકો દિવસો સુધી ઉભા રહે છે. વ્યવસ્થા કેમ પુરી પાડવામાં નથી આવી રહી. તે મુદ્દે અધિકારીઓને આડે હાથ લીધા હતા. દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા વેઈટિંગ સમય ઘટાડવા માટે પણ તેમણે તાકીદ કરી હતી. આ ઉપરાંત અમિત શાહે અધિકારીઓને જનપ્રતિનિધિ સાથે પણ સંવાદ કરવા માટે સૂચના આપી હતી. ગુજરાતમાં દર્દીઓને પડતી હાલાકીથી અમિત શાહ ખુબ જ નારાજ થયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની જોડી કોરોના કાળમાં કરી રહેલા નિર્ણયો અને કામગીરીના વખાણ કર્યા હતા.

    ગુજરાતમાં શહેરો હોય કે ગામડામાં દર્દીઓને હાલાકી ઓછી થાય તે દિશામાં વ્યવસ્થા ઉભી કરવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત મોડેલ થકી રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદી અને અમિત શાહે નામના પ્રાપ્ત કરી તે ગુજરાત મોડેલ હાલ કોરોના કાળમાં ધ્વસ્ત થઇ ચુક્યું હોવાનો અહેસાસ અને અહેવાલો જોઈને વડાપ્રધાન અને અમિત શાહએ પણ ગંભીર નોંધ લીધી હતી, આ ઉપરાંત અધિકારીઓ સરકારનાં કાબુમાં નહી હોવાની વાતો પણ અવાર નવાર આવતી રહે છે. તેવામાં અમિત શાહે ઉચ્ચ અધિકારીઓની ઝાટકણી કાઢી હોવાનું જાણવા મળ્યું હતું.


Download Our B K News Today App



Related News