ગુજરાતમાં મંદિર ચોરીમાં તરખાટ માચાવનાર ગેંગ ઝડપાઇ ગયી છે.બનાસકાંઠા પોલીસે 92 મંદિરમાં ચોરી કરતી ગેંગને દબોચી લીધી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-26 12:19:59
  • Views : 815
  • Modified Date : 2021-07-26 12:19:59

    બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી મંદિરની ચોરીઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો હતો જેથી બનાસકાંઠા જિલ્લાની LCB ની ટીમ તેમજ સ્થાનિક પોલીસ પણ સતર્ક રહી તસ્કરો ની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન જિલ્લા એલસીબીની ટીમ અને દાંતીવાડા પોલીસ દાંતીવાડા ની બીએસએફ કોલોની પાસે હતી તે સમયે ત્રણ યુવકો શંકાસ્પદ હાલત માં જણાતા તેમની પૂછપરછ શરૂ કરી હતી તે દરમિયાન તેમની પાસેથી પાના, પકડ તેમજ પાઇપ જેવી ચીજ વસ્તુઓ જણાતા જ પોલીસને તેમના પર શંકા ગઈ હતી અને તેઓની કડક પુછપરછ કરતા તેઓએ ચોરી કરતા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે અશોક બેચરભાઈ પંચાલ, બહાદુરસિંહ જેણુભા વાઘેલા અને સંજય મહેશભાઈ સેધમા નામના ત્રણેય શખ્સોની અટકાયત કરી તપાસ કરતા આ શખ્સો રાત્રિના તમે ધજા સાથે રાખી પગપાળા યાત્રાળુઓ બની ને અલગ અલગ મંદીરોમાં રોકાઈ જતા હતા અને મોડી રાત્રે મંદિરમાંથી ચોરી કરી ફરાર થઈ જતા હોવાની મોડેલ ઓપરેનડી ધરાવતા હોવાનું જણાયું હતું. આ ત્રણેય તસ્કરોએ અત્યાર સુધી ગુજરાતના અલગ જિલ્લાઓમાં 92 જેટલા મંદિરોમાં ચોરી કરી હોવાનું કબૂલ્યું હતો જેથી પોલીસે આ ત્રણેય શખ્સોની અટકાયત કરી તેમની પાસેથી સોનું ચાંદી તેમજ રોકડ સહિત લાખો રૃપિયાનો મુદ્દામાલ પણ કબજે કરી વધુ તપાસ ચલાવી રહી છે.

Download Our B K News Today App



Related News