ગુજરાતમાં કોરોનાને કારણે લાદવામાં આવેલા આંશિક લોકડાઉનને કારણે નાના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-15 11:55:27
  • Views : 474
  • Modified Date : 2021-05-15 11:55:27

     ગુજરાતમાં કોરોનાને કારણે લાદવામાં આવેલા આંશિક લોકડાઉનને કારણે 60 ટકા વેપાર-ધંધા ચાલુ છે, પણ 40 ટકા ધંધા બંધ રાખવાના અધકચરા લોકડાઉનને કારણે કોરોનાની ચેન તૂટવાને બદલે વેપારીઓને મરો થઈ રહ્યો છે, જેથી 18મી પછી વધુ છૂટછાટ આપવામાં નહીં આવે તો અકળાયેલા વેપારીઓ સવિનય કાનૂન ભંગ કરવાની ચીમકી આપી રહ્યા છે. જોઈને સરકાર પણ 18મી પછી નિયંત્રણોમાં થોડી છૂટછાટ આપવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

     ગુજરાતના ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ અંગે સંકેત આપ્યો હતો કે રાજ્યમાં ધંધા-રોજગારને લઈને આગામી દિવસોમાં કેટલાક મહત્ત્વના નિર્ણય કરવામાં આવશે, 18મી મે સુધી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાપાર-ધંધા રોજગારને કેટલી છૂટછાટ આપવી અંગેનો નિર્ણય કરવામાં આવશે. નાના વેપારીઓ ધંધા-રોજગાર શરૂ કરવા માટે રજૂઆતો કરી છે, પરંતુ કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય કરવામાં આવશે.

     ગુજરાતનાં વિવિધ શહેરોમાં વેપારીઓ હવે લોકડાઉન નહીં લંબાવવાની માગ કરી રહ્યા છે. અન્યથા સવિનય કાનૂન ભંગની ચેતવણી પણ આપવા લાગ્યા છે. વેપારીઓની દલીલ છે કે નિયંત્રણોમાં પણ 60 ટકા વેપાર-ધંધાને છૂટછાટ છે. માત્ર 40 ટકા બંધ છે. અધકચરા લોકડાઉનનો કોઈ અર્થ નથી. કોરોના ચેન તોડવી હોય તો સંપૂર્ણ લોકડાઉન લાદી દો અથવા તમામ વેપાર-ધંધાઓને છૂટછાટો આપવામાં આવે.

     ગુજરાતમાં ચાલતા મોબાઇલ અને એસેસરીઝના ઓનલાઈન વેપારને બંધ કરવાની પણ માગ કરી હતી. બજારો બંધ રાખવાના સરકારના નિર્ણયને કારણે નાના વેપારીઓ માટે જીવનનિર્વાહ કરવું અઘરું સાબિત થઈ રહ્યું છે. રાજય સરકારે સમગ્ર રાજ્યમાં તા.18 મે સુધી આંશિક લોકડાઉનનાં નિયંત્રણો લંબાવ્યા છે, જેમાં કેટલાક સમયથી નાના વેપારીઓ રોષે ભરાયા હતા અને અધકચરા લોકાડાઉનના કારણે નાના વેપારીઓની અવદશા થવા પામી છે. ત્યારે આજે પાલનપુરમાં વેપારી એસોસિયનના લોકો થયા એકઠા પાલનપુર પાલિકાના કોન્ફરન્સ હોલમાં મળી બેઠક કરી હતી જેમાં વેપારીઓએ કડક લોકડાઉન કે પછી સંપૂર્ણ બજારો ખોલી દવા માંગ કરી હતી.

     હાલ નાના વેપારીઓને કચડીને તેમના વિકાસને રૂંધીને કોરોના સંક્રમણના નામે આર્થિક લોકડાઉન લાદ્યું છે, જેનાથી કોરોનાની ચેન તોડવામાં સફળતા મળે એવું લાગતુ નથી, કારણ કે માત્ર નાના વેપારીઓને ધંધા બંધ રખાવી બાકીનું બધું ખુલ્લું રાબેતા મુજબ છે, જેને કારણે કોરોના ચેન તૂટે એવું લાગતું નથી. વેપારીઓએ હવે આર્થિક અને અધકચરા લોકડાઉનથી નારાજ થયા છે. છેલ્લા કેટલાંક દિવસથી વિવિધ વેપારી સંગઠન સરકાર લેવલે મંત્રણા કરીને નાના વેપારીઓની મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવા છતાં કોઇ છૂટછાટ આપતાં હવે વેપારીઓ પણ મજબૂરીવશ સવિનય કાનૂન ભંગ કરવાના મૂડમાં છે.

 

 

Download Our B K News Today App



Related News