ડીસાના લુણપુર ગામના ગૌચર માં જુગાર રમતાં ત્રણ શકુનિ ઝઠપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-19 11:11:33
  • Views : 272
  • Modified Date : 2022-07-19 11:11:33

ડીસાના લુણપુર ગામના ગૌચર માં જુગાર રમતાં ત્રણ શકુનિ ઝઠપાયા

 

ડીસા તાલુકામાં ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા તાલુકામાં છેલ્લા 3 દિવસથી અનેક જગ્યાઓ પરથી જુગાર ધામ ઝડપાઇ રહ્યા છે.આજે મોટા ભાગના વિસ્તારોમાં પૈસાની હાર જીતની બાજીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે ડીસા તાલુકા પીઆઈ એમ.જે.ચૌધરી ના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ પ્રધાનજી ધારસીજી સહિત ના સ્ટાફ ના માણસો સમૌ પોલીસ ચોકી વિસ્તારમાં પેટ્રોલીગમાં હતાં. જે દરમિયાન ડીસાના લુણપુર ગામના ગૌચરની ખુલ્લી જગ્યામાં કેટલાક શખ્સો જુગાર રમતાં હોવાની બાતમી મળી હતી. આથી સ્ટાફ સાથે સ્થળ પર જઈ તપાસ કરતાં જાહેર માં જુગાર રમતાં રમેશસિગ કુવરજી સોલંકી, પ્રભાતસિગ ચંદુજી સોલંકી અને બિજલજી બાજુજી સોલંકી (ત્રણેય રહે, સદરપુર, તા. ડીસા) ને રૂપિયા 7,180 રોકડા સાથે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News