ગાંધીનગરમાં દરવાજો તોડી પોલીસ ઘરમાં પ્રવેશી અંદરના રૂમમાં કોન્સ્ટેબલનો નગ્ન અવસ્થામાં મૃતદેહ મળ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-14 13:29:39
  • Views : 477
  • Modified Date : 2021-03-14 13:29:39

    પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ મહીસાગરના લુણાવાડાના ગરાસીયા ગામના વતની મહેન્દ્રસિંહ રામસિંહ પૂવાર ગાંધીનગર પોલીસ હેડ કવાર્ટર કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને ગાંધીનગરના સેક્ટર-27 પોલીસ લાઈન મકાન નંબર 7/74માં પત્ની અને બે બાળકો સાથે રહેતા હતા. ગઈકાલે તેમનો મૃતદેહ નગ્ન અવસ્થામાં ઘરમાંથી પોલીસને મળી આવ્યો હતો.

    પોલીસ લાઇનના ઉપરોક્ત ઘરમાંથી અસહ્ય દુર્ગંધ આવતા પોલીસ કંટ્રોલરૂમને સેક્ટર-21 પોલીસને જાણ કરી હતી. અંદરથી દરવાજો બંધ હોવાના કારણે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં લોખંડનો દરવાજો હથોડી વળે તોડવામાં આવ્યો હતો. પોલીસ ઘરમાં પ્રવેશી ત્યારે અંદરના રૂમમાં ખાટલા ઉપર નગ્ન અવસ્થામાં મહેન્દ્રસિંહનો મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

    પોલીસ લાઇનના મકાન નંબર 7/74માંથી કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ આશરે ત્રણેક દિવસ પહેલા મૃત્યુ પામ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. જેના કારણે તેમનો મૃતદેહ ફૂલીને ડીકમ્પોઝ થઈ ગયો હતો મોઢાનો ભાગ એકદમ કાળો થઈ જવાના કારણે મહેન્દ્રસિંહને ઓળખવા પણ મુશ્કેલ હતા. ઘરના પલંગ પર નગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો ત્યારે મહેન્દ્રસિંહના ડાબા હાથે રૂમાલ હતો. જેથી ન્હાવા જતી વખતે હાર્ટ એટેક આવવાથી ખાટલા ઉપર આવીને બેઠા હોય અને તે સમયે તેમનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણ પોલીસે કાઢયું છે. જોકે, મોતનું ચોક્કસ કારણ જાણવા માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મહેન્દ્રસિંહના મૃતદેહને પેનલ ડોક્ટરો મારફતે પોસ્ટમોર્ટમ કરાવી એફએસએલની મદદ લેવામાં આવી છે. બનાવની જાણ થતા દસકોઈના આંગણેજમાં રહેતો તેમનો ભત્રીજો સૌપ્રથમ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. જ્યારે તેમના પરિવારજનો મોડી રાત્રે ઈકો ગાડીમાં ગાંધીનગર સિવિલ આવી પહોંચ્યા હતા.

    શિવરાત્રીના દિવસ પછી કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ કોઈને જોવા મળ્યા ન હતા અને તેમના ઘરનો દરવાજો અંદરથી ત્રણેક દિવસથી બંધ હતો અસહ્ય દુર્ગંધ આવતા પાડોશીઓએ કંટ્રોલને જાણ કરતા સેક્ટર-21 પોલીસ મથકના પીએસઆઇ ખરાડી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.દારૂ પીવાની ટેવ ધરાવતા મહેન્દ્રસિંહના પત્ની લીલાબેન તેમના દીકરા મિહિર અને પુત્રી રીટાને લઈને 15 દિવસ અગાઉ વતન ગરાસીયા જતા રહ્યા હતા. જેમનો પુત્ર મિહિર ત્યાં જ અભ્યાસ કરે છે. દારૂ પીવાની ટેવને કારણે કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ ફરજ પર પણ અનિયમિત રહેતાં હોવાનું વધુમાં પોલીસ તપાસમાં ખુલવા પામ્યું હતું.


Download Our B K News Today App



Related News