માસ્ક પણ નહીં પહેરું અને દંડ પણ નહીં ભરૂ: આવા શબ્દો વાપરી પોલીસ સાથે ઝપાઝપી કરતાં પિતા-પુત્રને ગાંધીનગર પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-22 16:56:15
  • Views : 389
  • Modified Date : 2021-04-22 16:56:15

    ગાંધીનગરમાં કોવિંડના કડક નિયમોની અમલવારી કરાવવા માટે સેક્ટર-24ના માર્કેટમાં આવેલી મોબાઇલ રીપેરીંગની દુકાન ઉપર પોલીસે રેડ કરતા 'માસ્ક પણ નહીં પહેરું અને દંડ પણ નહીં ભરૂ' જેવી શેખી મારનાર પિતાને બચાવવા આવેલા પુત્રે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. જેના પગલે સેકટર-21 પોલીસે પિતા પુત્રની ધરપકકડ કરી બન્નેને કાયદાનું ભાન કરાવ્યાનો બનાવ પોલીસ ચોપડે નોંધાવા પામ્યો છે.

    ગાંધીનગરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હોવા છતાં શહેરના દુકાનદારો દ્વારા સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્કનાં કાયદાનું ચીરહરણ કરવામા આવતું હોય છે. ત્યારે ગઈકાલે સેકટર-21 પોલીસ મથકના ઇસ્પેક્ટર મનોજ ભરવાડની સુચનાથી એએસઆઈ ડી. ડી.ચૌધરી સેકટર-24 વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન શાક માર્કેટ વિસ્તારમાં આવેલી મોબાઈલ રીપેરીંગની દુકાનમાં પોલીસે રેડ કરી હતી તે દરમિયાન મોબાઇલ રીપેરીંગનું કામ કરનાર શખ્સ મોઢે રૂમાલ કે માસ્ક પહેર્યા વિના ધંધો કરી રહ્યો હતો.

    જેથી પોલીસે તેને આ બાબતે પૂછતાછ કરતાં તે શખ્સ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને પોલીસને શેખી મારવા લાગેલો કે, 'માસ્ક નહીં પહેરું તમારે થાય તે કરી લો અને દંડ પણ નહીં આપું.' આથી પોલીસ તેને સેક્ટર-23ની પોલીસ ચોકી લઈ જાય તેની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ રાજેશ મોહનભાઈ જયસ્વાલ (રહે કિસાન નગર મકાન નંબર- 482/1,સેકટર 26,મૂળ કપડવંજ) હોવાનું જણાવ્યું હતું. જેના વિરુદ્ધ એપેડેમીક એકટ હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી ચાલી રહી હતી.

    તે દરમિયાન રાજેશનો પુત્ર સ્મિત ચોકી પર આવી પહોંચ્યો હતો અને જોરથી બૂમાબૂમ કરીને કહેવા લાગ્યો હતો કે કયો પોલીસવાળો મારા પિતાને પકડી લાવ્યો છે હું એને જોઈ લઈશ. આવું બોલતા બોલતા તે એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને જમાદાર ઘનશ્યામસિંહ પકડીને કેવી રીતે મારા પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો છો તે હું જોઉં છું તેમ કંઈ જ કરવા લાગ્યો હતો. જેથી ત્યાં હાજર અન્ય પોલીસ કર્મીઓ વચ્ચે પડ્યા હતા. ત્યારે રાજેશભાઈ પણ પોલીસ સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. આ બનાવના પગલે સેક્ટર-21 પોલીસની પીસીઆર વાન ચોંકી પર દોડી આવી હતી અને પિતા પુત્રને ઝડપી લઇ બન્ને વિરુદ્ધ ઈપીકો કલમ 186,188,114 તેમજ એપેડેમીક એકટ હેઠળ ગુનો નોંધી બંનેને કાયદાનું ભાન કરાવ્યું હતું.


Download Our B K News Today App



Related News