ગાંધીનગરમાં ૨૯,૦૦૦ કરદાતાઓએ અત્યાર સુધી કુલ રૂ.૧૭.૭૭ કરોડ ટેક્સ ભર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-25 12:58:56
  • Views : 219
  • Modified Date : 2021-07-25 12:58:56

     ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨માં મિલકત વેરો ભરપાઇ કરવા ઉપર ૧૦% વળતર યોજના પૂર્ણ થઈ ગઈ છે. ગાંધીનગર મહાનગરપાલિકાના જનસેવા કેન્દ્રમાં હાલ રોકડમાં તથા ચેક મિલકત વેરાના નાણાં સ્વીકારવામાં આવે છે. જનસેવા કેન્દ્રની મુલાકાત લો ત્યારે કોવિડ-૧૯ના નિયમોનું પાલન કરીને આ પ્રક્રિયા કરવામાં આવે છે. તા.૨૩/૦૭/૨૦૨૧ સુધી ૨૯,૦૦૦ કરદાતા તરફથી કુલ રૂપિયા ૧૭.૭૭  કરોડ જેટલી રકમની વસુલાત થઈ છે. જનસેવા કેન્દ્ર પર તા.૦૧/૦૭/૨૦૨૧ થી  ઓફલાઈન નાંણા સ્વીકારવાનો સમય ૧૦ઃ૩૦ કલાકથી સાંજના ૪ કલાક સુધી રાખવામાં આવ્યો છે. તા.૧૬/૦૭/૨૦૨૧ થઈ તા.૩૧/૦૭/૨૦૨૧ સુધી રૂ.૨/- નોટિસ ફી સાથે નાણાં ભરપાઇ થઇ શકશે. તેમજ તા.૦૧/૦૮/૨૦૨૧ થઈ ૧૮% સાદા વ્યાજ સાથે નાણાં ભરપાઇ કરવામાં આવશે. વ્યાજના ભારણથી બચવા સમયસર વેરો ભરવા માટે મહાનગરપાલિકા દ્વારા વિનંતી પણ કરવામાં આવી છે. ટેક્સને લગતી પૂછપરછ માટે નગરીકો  gmctax8@gmail.com પર ઈ-મેલ કરી શકે છે.

Download Our B K News Today App



Related News