થરાદના જેતડા પ્રાથમિક શાળા આગળ પ્રથમ વરસાદમાં જ પાણી ભરાતા વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-14 11:14:46
  • Views : 519
  • Modified Date : 2022-07-14 11:14:46


સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે છેલ્લા પાંચ દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે બનાસકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં મુશળધાર વરસાદ તો કેટલાક વિસ્તારોમાં માત્ર થોડોક વરસાદ પડી રહ્યો છે ત્યારે બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં છેલ્લા બે દિવસથી ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે જેમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે ત્યારે થરાદના જેતડા પ્રાથમિક શાળા આગળ પ્રથમ વરસાદમાં જ પાણી ભરાતા વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા હતા. દસ દિવસ પહેલા આવેલા વરસાદના કારણે આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. પરંતુ ગ્રામ પંચાયતના સત્તાધીશો આ પાણીના નિકાલ કરવા માટે કોઈ રસ દાખવતા નથી અને ગ્રામ પંચાયતની ગંભીર બેદરકારી સામે આવી રહી છે એક તરફ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા નીકળી રહી છે ત્યારે બીજી તરફ આ વિકાસ યાત્રામાં અડચણરૂપ આ વરસાદી પાણી બની રહ્યું છે..વિકાસ યાત્રાના વિકાસની વાતો કરનારાઓને આ વરસાદી પાણી શર્માવી શકે તેમ છે..થોડા દિવસોમાં આ વિસ્તારમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આગમન થવાનું છે ત્યારે આ તાલુકા પંચાયત કયા પ્રકારનો વિકાસ બતાવશે ? તે જોવું રહ્યું.. તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારને કારણે વિકાસના કામોમાં ગેરરીતિ થઈ હોવાનું ગામલોકોએ જણાવ્યું હતું ત્યારે પ્રથમ વરસાદમાં જ ભ્રષ્ટાચારની પોલ ખુલતા અને પ્રાથમિક શાળા આગળ વરસાદી પાણી ભરાતા ગામલોકો,વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ પણ હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા


Download Our B K News Today App



Related News