ડીસામાં મામલતદાર કચેરી આગળ જ વરસાદી પાણી ભરાઈ રહેતા અરજદારોની ભારી હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-26 12:50:42
  • Views : 266
  • Modified Date : 2022-07-26 12:50:42

ડીસામાં મામલતદાર કચેરી આગળ જ વરસાદી પાણી ભરાઈ રહેતા અરજદારોની ભારી હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે

 

ડીસામાં મામલતદાર કચેરી આગળ જ વરસાદી પાણી ભરાઈ રહેતા અરજદારોની ભારી હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા પાંચ દિવસથી સતત વરસાદી પાણી નો નિકાલ ન થતા રોગચાળાની ની ભીતિ સેવાઇ રહી છે હવે અધિકારીઓની ઓફિસ આગળ જ પાણી ભરાઈ રહેતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે

 

જિલ્લાના મુખ્ય મથક ડીસા શહેરમાં મામલતદા કચેરી આગળ જ વરસાદી પાણી ભરાઈ રહેતા અહીં આવતા અરજદારોને ભારે હાલાકી નો સામનો કરવો પડે છે ડીસા શહેર તેમજ આજુબાજુના 100 થી વધુ ગામના લોકો અહીં કામ અર્થે આવતા હોય છે પરંતુ મામલતદાર કચેરી આગળ ના પ્રાંગણ માં સતત પાણી ભરાઈ રહેતા કિચડ જેવી સ્થિતિ સર્જાય છે. પ્રિ મોનસુન પ્લાનિંગ અંતર્ગત પાણીના નિકાલ માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ મામલતદાર કચેરી આગળ ભરાતા પાણી ના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા થતી નથી દર વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદમાં જ અહીં પાણી જમા થઈ જાય છે અને અહીં આવતા અરજદારોને પાણીમાં થઈને જ પસાર થવાની નોબત આવે છે તેવામાં અહીં આવતા અરજદારો અને લોમો માં પણ તંત્રની કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે. તો આ તરફ નાયબ કલેકટર કચેરી ખાતે પણ ભારે વરસાદી પાણી ભરાયું છે જેના કારણે અહીં આવતા અરજદારો પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે ત્યારે એક તરફ ડીસા તાલુકામાં ભારે વરસાદના કારણે તંત્ર જ લોકોને પાણી ભરાવાથી દૂર રહેવા સૂચના કરી રહ્યા છે ત્યારે તેમના આંગણે જ પાણી ભરાતા હાલ તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

Download Our B K News Today App



Related News