ડીસામાં નગરપાલિકા ટીમ દ્વારા પશુઓને બીમારીઓથી બચાવવા માટે દવાનો છંટકાવ કરાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-08 12:54:43
  • Views : 273
  • Modified Date : 2022-08-08 12:54:43

 

ડીસા નગરપાલિકા ટીમ દ્વારા ડીસા શહેરમાં વધતી જતી પશુઓમાં બીમારીના કારણે પશુપાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેને અટકાવવા માટે આજે ડીસા નગરપાલિકાના સભ્યો દ્વારા તમામ પશુઓ પર દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે દિવસે ને દિવસે પશુઓમાં લંપી વાયરસનો કહેર વધી રહ્યો છે તેના કારણે અત્યાર સુધી અનેક પશુઓ મોતને ભેટ્યા છે રોજેરોજ અસંખ્ય પશુઓ લંબી વાયરસની બીમારીમાં સપડાઈ રહ્યા છે ત્યારે તેને અટકાવવા માટે હવે રાજ્ય સરકાર દ્વારા પણ મુહીમ શરૂ કરવામાં આવી છે જેમાં રાજ્ય સરકારની સૂચના અનુસાર ડીસા શહેરી વિસ્તારમાં તમામ પશુઓ લંપી વાયરસ થી સુરક્ષિત રહે તે માટે દવાઓ પહોંચાડવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા ડીસા શહેરમાં તમામ પશુઓ પર ફાયર ફાઈટર દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો ખાસ કરીને પશુઓ બીમારીથી બચી શકે તે માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો આજે ડીસા શહેરમાં તમામ પશુઓ પર ડીસા નગરપાલિકાની ટીમ દ્વારા અને ભાજપના સદસ્યો દ્વારા મોહીમ શરૂ કરવામાં આવી હતી જેમાં ડીસાના હરિઓમ સ્કૂલ થી પશુઓ પર દવાનો છંટકાવ શરૂ કરવાની શરૂઆત કરી હતી જ્યાં ડીસા શહેરમાં તમામ જગ્યા ઉપર જ્યાં પશુઓ રોજેરોજ મોટી સંખ્યામાં અવરજવર કરતા હોય તેવા તમામ વિસ્તારો પર પહોંચી અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો

Download Our B K News Today App



Related News